GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત ની પડતર પ્રશ્નો માટે સરકાર મા રજુઆત

ગત વર્ષે થયેલ આંદોલનની સમાપ્તિ વખતે સરકાર દ્વારા જાહેર કરાયેલ મુદ્દાઓના ઠરાવ કરી અમલીકરણ માટે તથા અન્ય પડતર પ્રશ્નો માટે માનનીય શિક્ષણમંત્રીશ્રીને મંત્રણા માટે લખેલ પત્ર અનુસંધાને શિક્ષણમંત્રીશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી. રૂબરૂ મુલાકાતમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી તથા ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ મિતેષભાઇ ભટ્ટ, માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ રમેશભાઈ ચૌધરી, ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ મહામંત્રી પ્રહલાદભાઈ ચૌધરી તથા પ્રાથમિક સંવર્ગ સહ સંગઠનમંત્રી પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસ બાદ આ અંગે પુન: રજૂઆત કરી ચર્ચા થશે. જે અન્વયે એકાદ બે દિવસમાં નાણાં વિભાગ તથા શિક્ષણ વિભાગ સંયુક્ત રીતે આ બાબત વિષે ચર્ચા કરી નિર્ણય લેશે.

જાહેરાત થયેલ મુદ્દાઓ સિવાય ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક કર્મચારીઓને જુના શિક્ષકની ભરતી અન્વયે બદલીનો લાભ આપવા સમિતિની રચના માટે શિક્ષણ વિભાગમાં ફોલોઅપ લેવામાં આવ્યું. માનનીય શિક્ષણ મંત્રીશ્રીની સૂચના અનુસાર સમિતિ માટેની ફાઈલ ટૂંક સમયમાં શિક્ષણ વિભાગમાં મુકાશે.

વર્ગ દીઠ સરાસરી હાજરી તથા એકમ કસોટી અંગે તથા તેના શિડયુલ પર પણ પુનઃ વિચારણા કરવા પત્ર આપવામાં આવ્યો. જે અંગે વિચારણા થશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર માટે પણ સૂચન કરી, વધુમાં વધુ વિદ્યાર્થીઓ આગળ ભણી શકે (Dropdown ઘટાડવાના) સૂચન આપવામાં આવ્યા. આચાર્યની ભરતીનો બીજો રાઉન્ડ બહાર પાડવા રજૂઆત કરવામાં આવી. યોગ્ય થાય તેવી શક્યતાઓ છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!