JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

નાગરિકોને મતદારયાદીમાં નામ દાખલ, સુધારો અને કમી કરવાની ઘર આંગણે તક

તા.૧ જાન્યુઆરી-૨૦૨૪ સુધીમાં ૧૮ પૂર્ણ કરનાર યુવાઓ મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૦૧-૦૧-૨૦૨૪ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન  મતદારયાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન ખાસ ઝુંબેશ દિવસ તા.૯-૧૨-૨૦૨૩(શનિવાર)ના રોજ બુથ લેવલ ઓફિસર્સ સવારે ૧૦ થી સાંજે ૦૫ વાગ્યા દરમ્યાન સંબંધિત બૂથ પર હાજર રહેશે અને નાગરિકોને રૂબરૂ જોવા માટે મતદાર યાદી ઉપલબ્ધ કરાવશે. આમ, મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારા કે કમી કરવા માટે બીએલઓ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વય જૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદારયાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના VOTER HELPLINE APP અને VSP ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
તા.૦૯/૧૨/૨૦૨૩ ના રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ નો છેલ્લો દિવસ છે. આગામી વર્ષમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નું આયોજન થનાર છે. જેમાં ૧૮-૧૯ વય જુથના તમામ મતદારો આ લોકશાહીના મહા૫ર્વમાં મતદાન કરી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી ૧૮-૧૯ વય જુથમાં જો કોઇ પણ મતદાર મતદારયાદીમાં નામ નોંધવા પર બાકી હોય તો પોતાના મતદાન મથકના બી.એલ.ઓ. નો સંપર્ક કરી તા.૦૯/૧૨/૨૦૨૩ સુધીમાં પોતાના નામની નોંધણી કરાવી શકે છે.
વધુ માહિતી માટે સંબંધિત મતદાન મથકના બી.એલ.ઓ., મામલતદારની કચેરી, પ્રાંત અધિકારીની કચેરી તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીનો સંપર્ક કરે. તેમજ ચૂંટણી પંચની Voter Helpline App./ www.voters.eci.gov.in પર લોગીન કરી ઓનલાઇન માઘ્યમથી ફોર્મ ભરી શકશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!