JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

મહાનગરપાલિકા, જૂનાગઢની કેટલ પાઉન્ડ શાખા દ્વારા શહેરમાં જાહેર રસ્તા પરથી ગૌવંશ પકડવાની કામગીરી કાર્યરત…

      મહાનગરપાલિકાજૂનાગઢના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા અને આસી.કમિશ્નર(વ)શ્રી જયેશભાઈ પી. વાજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઇસમોને પકડવા માટે જુનાગઢ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ ઓફિસરશ્રી એચ.કે.ચુડાસમા અને કેટલ પાઉન્ડ સુપરવાઈઝરશ્રી રાજેશભાઈ પરમારના સુપરવિજન હેઠળ તા.૨૧/૦૯/૨૦૨૪ના રોજ શહેરમાંથી ૨૪(ચોવીસ ) ગૌવંશ પકડવામાં આવ્યા,તેમજ ૧૫(પંદર) ગૌવંશને સરકારશ્રીની ગૌ પોષણ યોજના હેઠળ લાભ મેળવતી અન્ય ગૌ શાળામાં મોકલવામાં આવ્યા હતા.આગામી દિવસોમાં પણ  મહાનગર પાલિકા,જૂનાગઢ દ્વારા શહેરમાં ગૌવંશ પકડવાની તથા અનધિકૃત રીતે શહેરમાં ઘાસચારા વેચાણકર્તા સામે કાર્યવાહી કાર્યરત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!