MEHSANAVIJAPUR

વિજાપુર પીરોજપુરા ઠાકોર વાસ નજીક ઉભરાતી ગટરો થી પરેશાન તંત્ર ના આંખ આડા કાન

સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પીરોજપુરા ગામે ઠાકોર વાસ નજીક ઉભરાતી ગટરો ના ગંદા પાણીના કારણે પરેશાની મા મૂકાયા છે. છેલ્લા ઘણા સમયથી ગ્રામપંચાયત સહિત તંત્ર ને વારંવાર રજુઆત કરવા મા આવી હોવા છતાંય કોઇ સાંભળતું નથી જેના કારણે ઠાકોર વાસ ના રહીશો પરેશાની મા મૂકાયા છે. આ અંગે મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી પીરોજપુર ગામની ગટરની સમસ્યા રહી છે. જે બાબતે તલાટી તેમજ વહીવટદાર ને સમસ્યા નો નિકાલ માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. ગટર ના ગંદાપાણી ના કારણે ઠાકોર વાસ ના ઘરો ના આસપાસ મચ્છરો નો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળે શક્યતાઓ ઊભી થવા પામી છે. જેથી સમસ્યા નો સત્વરે નિકાલ લાવે તેવી રહીશો ની માંગ ઉઠી છે. આ બાબતે તાલુકા પંચાયત ના પ્રમુખ નો સંપર્ક કરતા પીરોજપુરા ગામની ગટર ની સમસ્યા નો ઉકેલ સત્વરે લાવવા મા આવશે. તલાટી અને વહીવટદાર ને તેની જાણ કરી તેનો નિકાલ જલ્દી થાય તે માટે પ્રયત્નો ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!