JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર લોકશાહીના મહાપર્વમાં નવા ‘રંગ’ ઉમેરશે

મતદાન જાગૃતિ ઝુંબેશમાં ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએટરનો મળશે સહયોગ

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે સંવાદ : લોકશાહીની સાર્થકતા અને મજબૂતી માટે કરાઈ ચર્ચા

જૂનાગઢ તા.૨૪  સોશિયલ મીડિયાનો જનમાનસ પર એક આગવો પ્રભાવ છે, ત્યારે ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએટ કરતા એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા સાથે સંવાદ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ખાસ કરીને લોકશાહીની સાર્થકતા અને મજબૂતી માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે વિશદ ચર્ચા કરી હતી.

        કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં જૂનાગઢના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોએ મતદાન જાગૃતિ માટેની ઝુંબેશમાં સહયોગ આપવા ઉત્સાહભેર તૈયારી દર્શાવી હતી. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ડિજિટલ કોન્ટેક્ટ બનાવી લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરશે. આમ, જૂનાગઢના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મતદાન જાગૃતિ અર્થેનું કોન્ટેન્ટ બનાવી લોકશાહીના મહાપર્વમાં નવા ‘રંગ’ ઉમેરશે.

        જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું કે, ઉત્સાહથી ભરેલા યુવાઓ દેશનું ભવિષ્ય છે, ત્યારે યુવાઓ સહિત દરેક મતદાતા મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે ખૂબ જરૂરી છે. તેમણે પારદર્શક ચૂંટણી પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઇવીએમ VVPAT દ્વારા પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે છે. રાજકીય પક્ષોની હાજરીમાં રેન્ડેમાઈઝેશન કરવામાં આવે છે. આ રેન્ડેમાઈઝેશન સહિતની પ્રક્રિયાઓની વિડીયોગ્રાફી કરવામાં આવે છે, યોગ્ય રીતે મત થાય છે તે માટે મોકપોલ કરવામાં આવે છે. કુલ મતદાન મથકોના ૫૦ ટકા મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, લોકશાહીના કેન્દ્રમાં છે તેવા મતદાતાઓ માટે મતદાન મથકો પર રેમ્પ, છાયડો, પીવાના પાણી વગેરે પ્રાથમિક વ્યવસ્થાઓ કરવામાં આવે છે. ભારે જેહમત બાદ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થતી હોય છે ત્યારે દરેક મતદાતા મતદાન કરે ત્યારે જ આ લોકશાહીનું મહાપર્વ સાર્થક થાય છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ૮૫+ વયના વરિષ્ઠ નાગરિકો માટે મતદાનની સવલતો ઉપરાંત આચારસંહિતાના ફરિયાદ નિવારણ સહિતની ઓનલાઇન સુવિધાઓ વિશે પણ જાણકારી આપી હતી.

ડેપ્યુટી કમિશનરશ્રી ઝાપડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને આવકારતા આ બેઠકની વિસ્તારપૂર્વક ભૂમિકા બાંધી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એન. એફ. ચૌધરી સ્વીપના નોડલ લતાબેન ઉપાધ્યાય, સોશિયલ મીડિયાના નોડલ ઓફિસરશ્રી ભુવનેશ્વર બુડગયા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિપુલ ઘુંચલા, યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!