
કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ , ઉપપ્રમુખ તેમજ હોદેદારોની વરણી કરવામાં આવી હતી કેશોદ તાલુકા પંચાયત કચેરી ખાતે સંગઠનના હોદેદારોની હાજરીમાં પ્રમુખ , ઉપપ્રમુખ તેમજ અન્ય પદાધિકારીની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે હર્ષિદાબેન નિરજભાઈ મક્કા, ઉપપ્રમુખ તરીકે નાનબાઈબેન હરેશભાઈ સિંહાર, કારોબારી ચેરમેન તરીકે પરેશભાઈ માધવજીભાઈ ભુત, પક્ષ ના નેતા તારીખે ખીમાંણદભાઇ ઘુસર અને દંડક તરીકે પરેશભાઇ કરમટાની વરણી કરવામાં આવી આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા નવી નિમણૂક પામેલા પ્રમુખ હર્ષિદાબેન મક્કા અને ઉપપ્રમુખ નાનબાઈબેન સિંહારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ડી.જેના તાલે કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય વિજય યાત્રા પણ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, યુવાનો અને આગેવાનો જોડાયા હતા વિજય યાત્રા દરમિયાન શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને કાર્યકરોએ નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો ઉપસ્થિત આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે નવી ટીમ કેશોદ તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપશે અને જનહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધતાપૂર્વક કાર્ય કરશે તાલુકાના સર્વાંગી વિકાસ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ મજબૂત બને તે માટે નવી ટીમ અસરકારક કામગીરી કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે સૌએ નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરી હતી અને આવનારા સમયમાં તાલુકાના વિકાસ માટે સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 





