JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ કામધેનુ યુનિવર્સિટી હસ્તકની પશુચિકિત્સા મહાવિદ્યાલય દ્વારા દૂધાળાં પશુઓમાં મેસ્ટાઇટિસ નિયંત્રણ અંગે રાષ્ટ્રીય વેબિનાર આયોજન કરવામાં આવ્યુ

જૂનાગઢ કામધેનુ યુનિવર્સિટી હસ્તકની પશુચિકિત્સા મહાવિદ્યાલય દ્વારા દૂધાળાં પશુઓમાં મેસ્ટાઇટિસ નિયંત્રણ અંગે રાષ્ટ્રીય વેબિનાર આયોજન કરવામાં આવ્યુ

ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા જૂન ૨૦૨૬ને “મેસ્ટાઇટિસ જાગૃતિ મહિનો” તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના માર્ગદર્શન હેઠળ કાર્યરત પશુધન ફાર્મ સંકુલ અને પશુવિજ્ઞાન કેન્દ્ર, ભૂતવડ દ્વારા એસોસિએશન ઓફ મસ્ટાઇટિસના સહયોગથી “દૂધાળાં પશુઓમાં મસ્ટાઇટિસ વ્યવસ્થાપનના તાજેતરના વિકાસ: ફાર્મ નિદાનથી પ્રિસિઝન થેરાપી સુધી” વિષય પર રાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વેબિનારમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ ૫૧૦ પ્રતિભાગીઓએ નોંધણી કરાવી હતી. કાર્યક્રમમાં ડૉ. પી. એમ. લુણાગરિયા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું, જ્યારે ડૉ. નીલેશ શર્મા, જનરલ સેક્રેટરી, એસોસિએશન ઓફ મસ્ટાઇટિસ દ્વારા વિશેષ સંબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પી. એચ. ટાંક, સંશોધન નિયામક ડૉ. પ્રકાશ કોરીંગા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. જયેશ પટેલ તથા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢના આચાર્ય ડૉ. એમ. ડી. ઓડેદ્રાએ મસ્ટાઇટિસ નિયંત્રણ, પશુ આરોગ્ય અને દૂધ ઉત્પાદન વધારવામાં વૈજ્ઞાનિક અભિગમના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. વેબિનારમાં વિષય નિષ્ણાત તરીકે ડૉ. જિગ્નેશ વાળા અને ડૉ. અરુણ પટેલ દ્વારા મસ્ટાઇટિસના આધુનિક નિદાન, નિયંત્રણ, પ્રિસિઝન થેરાપી અને એન્ટિમાઇક્રોબિયલ સ્ટિવર્ડશિપ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના નાયબ સચિવશ્રી (પશુપાલન) શ્રી પીયુષકુમાર સહિત અન્ય મહાનુભાવોએ પણ સરદારકૃષિનગર ખાતે કોલેજ મુલાકાત દરમિયાન વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. મસ્ટાઇટિસ અવેરનેસ મહિના અંતર્ગત કામધેનુ યુનિવર્સિટી હેઠળની તમામ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયોના અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓએ વેબિનારમાં સક્રિય ભાગ લીધો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં ડૉ. એમ. ડી. ઓડેદરા, આચાર્ય, ડૉ. પી. એમ. લુણાગરિયા (કન્વીનર), ડૉ. એસ. વી. માવદિયા અને ડો. પી. એચ. શાહ (આયોજક સચિવ) તેમજ વેટરિનરી કોલેજ, જૂનાગઢના અધ્યાપકગણ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ યોગદાન આપ્યું હતું.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!