JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી સંદર્ભે  મતદાન મથકો તથા તેની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તાર માટે નિયંત્રણો જાહેર કરાયા

જૂનાગઢ,તા. ૮ ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભા પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ નકકી કરવામાં આવેલ છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે.

આ ચૂંટણીઓ સંદર્ભે ન્યાયી પ્રક્રિયા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે મતદાનનાં દિવસે તમામ મતદાન મથકો તથા તેની આજુબાજુનાં ૧૦૦મીટરનાં વિસ્તારમાં જરૂરી નિયમનો જાહેર કરવા ઉચિત જણાય છે.

જૂનાગઢ જિલ્લા  મેજીસ્ટ્રેટ અનિલ રાણાવસિયા એ  પ્રોસીજર કોડ–૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ મળેલ અધિકારની રૂએ ચૂંટણી હેઠળનાં મતદાન મથકો તથા તેની આજુબાજુનાં ૧૦૦ મીટરનાં વિસ્તારમાં નીચે મુજબ અમલવારી કરવા ફરમાવી છે. આ જાહેરનામા મુજબ (૧) મત માટે પ્રચાર કરવો નહિ.(૨) મતદારોને ધાકધમકી આપવી નહિ કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા નહિ.(૩)મતદારોને મત આપવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરવી નહિ.(૪)મતદારોને મત ન આપવા સમજાવવા નહિ.(૫)  ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવી નહિ.(૬)સેલ્યુલ૨/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અથવા અન્ય કોઈ વિજાણું સંદેશા વ્યવહારનાંસાધનો લઈ જવા નહિ.(૭)વાહનો સાથે લઈ જવા નહિ.(૮)મતદાન માટે આવેલ મતદાર, ઉમેદવાર, ચૂંટણી એજન્ટ તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યકિત સિવાયની વ્યકિતએ મતદાન મથકમાં પ્રવેશ કરવો નહિ.

અપવાદરૂપે  ચૂંટણી ફરજ ઉપર રોકાયેલ સરકારી/અર્ધ સરકારી કર્મચારી અધિકારીશ્રીઓને આ જાહેરનામાનાં ખંડ ૬, ૭ તથા ૮ લાગુ પડશે નહિ.ઉકત જાહેરનામાનાં ભંગ સબબ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.તથા ગુન્હો સાબીત થયેથી એક માસની સાદી કેદ અગર રૂા.૨૦૦/– સુધીનો દંડ અગર બન્ને શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામાનાં ભંગ બદલ ગુનો માંડવા માટે ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીશ્રીઓ તથાપોલીસ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરની કક્ષાનાં અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.

આ જાહેરનામું લોકસભા સામાન્ય ચૂંટણી તથા વિધાનસભા પેટા ચૂંટણીનાં મતદાન દિવસે એટલે કેતા.૦૭/૦૫/૨૦૨૪ (પુનઃ મતદાન થાય તો તે દિવસ સહિત) નાં રોજ અમલમાં રહેશે.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!