JUNAGADHKESHOD

ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભ  2.0 નુ આયોજન હાથ ધરવામાં આવ્યું

જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય રમત ગમત અઘિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ નરેના માગૅદશૅનમા જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ સાત રમતોની શરૂઆત કબડ્ડી રમતથી કરવામાં આવી.જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય કક્ષાએ છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર જિલ્લામાં રમત ગમત ક્ષેત્રે કેશોદ તાલુકો મોખરે રહ્યો છે.કેશોદ તાલુકા ખેલ મહાકુંભ ૨૦૨૩/૨૪ નું ઉદઘાટન સૌરાષ્ટ્રની નામાંકિત શૈક્ષણિક સંસ્થા શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત પી.વી.એમ.ઈન્ટરનેશનલ સ્કુલના પટાંગણમા અમેરીકા સ્થિત નામાંકિત કાર્ડિયોલોજિસ્ટ અને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. સી.ડી. લાડાણી અને ૧૯૬૪ થી ૧૯૯૪ ના દાયકામાં શારદાગ્રામ ખાતે વ્યાયામ શિક્ષક તરીકેની ફરજમાં જેણે જુદી જુદી રમતમાં રાષ્ટ્રીય કક્ષાનાં ખેલાડીઓ આપ્યા છે એવા અમેરીકા સ્થિત ૮૪ વર્ષ વયનાં યુવાનોને પ્રેરણારૂપ એવા નિવૃત્ત વ્યાયામ શિક્ષક અંબાલાલ પટેલનાં હસ્તે ખેલ મહાકુંભ ૨૦૨૩/૨૪ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રમેશભાઈ નંદાણીયા,સરકારી એલ.કે.હાઈસ્કુલના પ્રિન્સિપાલ રણવીરસિંહ પરમાર, દિનેશભાઈ મોરી,પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને નગર પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા સંસ્થાના પ્રમુખ જયેશભાઈ લાડાણી દ્વારા બહોળી સંખ્યામાં ભાગ લેનાર કેશોદ તાલુકાના સૌ ખેલાડી ભાઈઓ બહેનોને શુભેચ્છા સહ અભિનંદન પાઠવેલ. સ્પર્ધાના પ્રારંભે અંબાલાલ પટેલ અને ડૉ.સી.ડી.લાડાણી દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતા. આ તકે કેશોદ વહિવટી તંત્રના પ્રાંત અધિકારી કિશન ગરચર સાહેબ, મામલતદાર સંદિપ મહેતાએ પણ શુભકામના પાઠવેલ. તાલુકા કક્ષાની સ્પર્ધાઓ જુદા જુદા સ્થળે તારીખ ૧૯ જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવેલ હોય જેને સફળ બનાવવા કેશોદ તાલુકાના કન્વીનર અને જૂનાગઢ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ ડૉ.હમીરસિહ વાળાના માર્ગદર્શનમાં વ્યાયામ શિક્ષક જે. એસ.ભારવાડીયા, હમીર બારડ, આર. બી.ચુડાસમા, પી.એન.ભાડજા, ભરતભાઇ નંદાણીયા , વિરમભાઇ સોચા, ઈન સ્કુલ ટ્રેનર વિજયભાઈ વાળા, અજય ઠાકોર વગેરેએ જહેમત ઉઠાવી હતી અને નિર્ણાયક તરીકે સેવા બજાવી હતી. ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ ના આયોજનથી આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતના ગ્રામ્ય કક્ષાથી લઇ અને શહેર ના ખૂણે ખૂણે થી ખેલાડીઓને તક આપી અને ખેલ જગતમાં ગુજરાતની ધરા ને ગૌરવ અપાવવા પ્રયત્નશીલ છે.

રિપોર્ટર : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!