હલદરવા સ્થિત ઇસ્મુ હોલ ખાતે કડીવાલા ઘાંચી સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા વડીલોનો સન્માન સમારોહ તેમજ જરૂરતમંદનો સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો…
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણના હલદરવા સ્થિત ઈસ્મુ હૉલ ખાતે કડીવાળા ઘાંચી સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સૈયદ હજરત રફીકુદ્દીન પીરઝાદા સાહેબની અધ્યક્ષતામાં વડીલોનો સન્માન સમારોહ તેમજ જરૂરતમંદો માટે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કડિવાલા ઘાંચી સમાજ સમાજના જરૂરતમંદોને સહાય વિતરણ કરી એક ઉમદા અને સરાહનીય કાર્ય થકી અન્ય સમાજ માટે પ્રેરણાદાયી બન્યા છે. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમાજના વડીલોનું શાલ ઓઢાડી અને પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સૈયદ હજરત રફીકુદ્દીન પીરઝાદા સાહેબે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે કડીવાલા ઘાંચી સમાજ જે એક કચડાયેલો વર્ગ છે. એમના સંતાનોને ઘણી તકલીફ પડતી હતી. એટલે તેઓએ મને કહ્યું કે અમે સહાયરૂપ બનવા જઈએ છીએ. આજના સંમેલનમાં કડીવાલા સમાજ થકી કડી થી કડી મળી છે. અને હું કડીવાલા ઘાંચી સમાજનું સંગઠન છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી હું જોઈ રહ્યો છું. અહી શરૂઆત પાંચ વર્ષથી થયું છે. મારી દુઆ છે. જે તેઓએ સરાહનીય કાર્ય કર્યું છે. કડીવાલા સમાજના વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રે જવુ છે.તેઓને એડમિશન મળી શકે છે. સમાજના સેક્રેટરી મહેબુબ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે અમે સમાજમાં જે જરૂરતમંદ લોકો છે તેઓને મદદ કરવા માટે અમારા સમાજમાંથી જે જકાત અને લિલ્લાહ ફંડ આવે છે એ ફંડમાંથી સમાજના જરૂરતમંદ લોકોને મદદ પહોંચાડીએ છે.
જેમ કે શૈક્ષણિક સહાય છે. શૈક્ષણિક સહાય આજકાલ ખૂબ જરૂરી થઇ ગઇ છે. માનવી શિક્ષણ પ્રાપ્ત કરશે તો સવાલ કરશે અને તે સિસ્ટમ સાથે પણ મેચ થશે. જેઓને રોજગાર માટે ખૂબ તકલીફ પડે છે. તેઓને સામાન આપીએ છીએ બહનો માટે સિલાઈ મશીન આપીએ છીએ અમે રિક્ષા માટે પણ સહાય આપીએ છીએ. અગાઉ પણ આયોજિત કાર્યક્રમમાં અમે સહાય આપી હતી. યુવા પેઢીને મોબાઇલનો સકારાત્મક ઉપયોગ કરવા વિશેષ અપીલ કરી હતી. યુવા પેઢીને વ્યસનથી દૂર રહેવા વિશેષ અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને કડિવાળા ઘાંચી સમાજના અધ્યક્ષ,ઉપાધ્યક્ષ, સેક્રેટરી તેમજ સદસ્યોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે સૈયદ હજરત રફિકુદ્દીન પીરઝાદા સાહેબે દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું…