BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
નબીપુર કન્યાશાળા ખાતે કલા ઉત્સવ નબીપુર ગ્રુપ ની ઉજવણી કરાઈ, શાળાના આચાર્ય સહિત આમનત્રીતો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહયા.
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકાના નબીપુર ગામની કન્યાશાળા ખાતે તાળુંકા કક્ષાનો નબીપુર ગ્રુપના કલાઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓમાં સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય કલા કૌશલ્ય જેવા વિવિધ કૌશલ્યો રાજુ કરાયા હતા. આ કાર્યક્રમમાં CRC કો ઓર્ડીનેટર મિતલબેન પુવાર, નબીપુર કુમારશાળાના શિક્ષકો, લુવારા, ઝંઘર, પગુથણ, હલદર અને ઉમરા ગામની શાળા ના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ કલાઓ રાજુ કરાઈ હતી. બાળકો દ્વારા વિવિધ કલાઓ રજુ કરાતા તેમને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નબીપુર કન્યાશાળા ના આચાર્ય કાજલબેન ઓઝા દ્વારા કરાયું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ અત્રે ઉપસ્થિત તમામ આમંત્રીતો અને બાળકોનો આભાર વ્યક્ત કર્યો હતો.