GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામે કલાસવા ફળિયા પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણમાં માત્ર ચાર જ ઓરડા.

સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામે કલાસવા ફળિયા પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણમાં માત્ર ચાર જ ઓરડા.

“ભણશે ગુજરાત”

એ ઉક્તિ અનુસાર સંતરામપુર તાલુકામાં શિક્ષણની ભૂખ જાગેલા બાળકોને પૂરતા ઓરડા ન મળતા કપરી સ્થિતિમાં બાળકો અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે..

 

વાત કરવામાં આવે સંતરામપુર તાલુકાની તો સંતરામપુર તાલુકામાં શિક્ષણમાં જ્યારે બાળકો ભણવા માટે જાય અને એના ગામની જ શાળામાં એને પુરતી સુવિધાઓ ન મળે ત્યારે તેની મજબૂરી કેવી હશે એ કલ્પી શકવું મુશ્કેલ છે…!!??

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામે આવેલ કલાસ્વા ફળિયા પ્રાથમિક શાળા ની સ્થિતિ કઈ અલગ જ બતાવે છે, ધોરણ 1 થી 8 ધરાવતી આ શાળામાં માત્રને માત્ર ચાર જ ઓરડા છે અને એ ચાર ઓરડામાં બબ્બે વર્ગના વિદ્યાર્થીઓને ભેગા બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે એ વાત કેટલી અંશે વ્યાજબી ગણાય!!??

કયા ધોરણનું બાળક કયા વિષય ઉપર ભણશે અને એને યાદ રહેશે એ કહેવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે.

મહીસાગર જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ બાબુભાઈ ડામોરે સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામે આવેલ કલાસવા પ્રાથમિક શાળા ની રૂબરૂ મુલાકાત લીધી હતી.

આજે સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામના કલાસવા ફળિયા પ્રાથમિક શાળામાં મુલાકાત લીધી. ત્યારે ધોરણ 1 થી 8 ની આ શાળામાં ચાર જ ઓરડા છે. એક ઓરડામાં બે ધોરણના બાળકો ભેગા બેસે છે, ઘણીવાર બાળકોને રૂમની બહાર પણ બેસાડવા પડે છે. અત્યારે વરસાદમાં બાળકોને ઓરડામાં બે ક્લાસના ભેગા બેસાડી શિક્ષકો ભણાવી રહ્યા છે.

અહીંયા આચાર્ય ની ઓફિસમાં પણ એક ધોરણના બાળકો ભણી રહ્યા છે. ત્યારે અમો સરકારને કહેવા માગીએ છીએ કે આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકોના ભણવા માટે પૂરતા ઓરડા તો આપો. બાળકોને શિક્ષણ સારી રીતે મળશે તો તેઓ આગળ વધશે. તેથી તાત્કાલિક રીતે આ શાળાના રોડા બને તેવી અમારી વિનંતી છે.

આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકો સુંદર રીતે ભણે અને આગળ વધે એ માટે તેમને પ્રાથમિક જરૂરિયાત એવા શાળાના ઓરડા પૂરા પાડવામાં આવે તેવી વિનંતી કરી છે ત્યારે સરકાર દ્વારા આ અંગે યોગ્ય પગલા ભરાશે ખરા!!??

શિક્ષણ નીતિમાં બદલાવ આવશે ખરો??!!

કે પછી વિદ્યાર્થીઓને ભણવા માટે અને તેમને બેસવા માટે પૂરેપૂરા શાળાના ઓરડાઓ મળશે ખરા !!????

તેવા અનેક સવાલો ગામ લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે.

બાઈટ…
બાબુભાઈ ડામોર આમ આદમી પાર્ટી…
પ્રમુખ મહીસાગર જીલ્લો.

Back to top button
error: Content is protected !!