કાલોલ કુમાર શાળા અને ઉર્દુ શાળાના સંયુક્ત ઉપક્રમે પ્રવેશોત્સવ ઊજવાયો
તારીખ ૨૭/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કુમાર શાળાના પટાંગણમાં કાલોલ કુમાર શાળા અને ઉર્દુ શાળાના સંયુક્ત ઉપક્રમે પ્રવેશોત્સવ ૨૦૨૪-૨૫ ની ઊજવણી કરવામાં આવી. પ્રવેશોત્સવ માં અધ્યક્ષ સ્થાને કાલોલ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.મિનેશ દોશી ની ઉપસ્થિતિ વચ્ચે ખાસ મહેમાન નગરપાલિકા પૂર્વ પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય અને બી.આર.સી,કો.દિનેશભાઈ પરમાર તેમજ લાઈઝન સી.આર.સી.કો.નરેન્દ્ર પરમાર અને એસ.એમ.સી કાલોલ કુમાર , smc ઉર્દુ શાળા,કાલોલ કુમાર આચાર્ય રાકેશ ઠાકર ઉર્દુ આચાર્ય સમોલ હારૂન સર્વે મહાનુભાવ દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆતમાં કુમકુમ તિલક અને ગુલાબના ફૂલથી આવકારી નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ ને અનુલક્ષીને બનાવેલ શૈક્ષણિક કોર્નરની મંચસ્થ મહાનુભાવો દ્વારા મુલાકાત કરવામાં આવી જે પ્રદર્શનમાં રહેલ સામાગ્રી અને એના બાળકોના શૈક્ષણિક ઉપયોગ સંદર્ભે શાળાના આચાર્ય રાકેશ ઠાકરે અવગત કરાવ્યા હતા.ત્યારબાદ આચાર્ય દ્વારા શાબ્દિક સ્વાગત કર્યું. પ્રાર્થના કુમાર શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી. શાળાના આચાર્ય દ્વારા પુસ્તક ભેટ આપી ડૉ.મિનેશ દોશી નું સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો ને પણ પુસ્તક અને પુષ્પગુચ્છથી આવકાર્યા ને પછી ક્રમશ:બંને શાળાના આંગણવાડી, બાલવાટિકા,ધોરણ ૧ ના અને અન્ય શાળામાંથી આવનાર બાળકોને દફતર અને કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો. ધોરણ ૩ થી ૮ માં આવનાર અને અન્ય પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. દફતરની ભેટ શૈફાલીબેન ઉપાધ્યાય દ્વારા આપવામાં આવી એ બદલ શાળા પરિવારે એમનો આભાર માન્યો હતો.આભાર વિધિ ઉર્દુ શાળાના આચાર્ય સમોલ હારૂન અને કુમાર શાળા ના ઉત્સાહી શિક્ષક જયદીપભાઈ દ્વારા કરવામાં આવી. સમગ્ર સંચાલન એમનાં માર્ગદર્શન હેઠલ શાળાના વિદ્યાર્થીઓ હાર્દિક રાકેશભાઈ અને મકવાણા ઓમ ઉમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.ત્યારબાદ વૃક્ષા રોપણ કરી અંતે બંને શાળાની smc અને વાલીઓ સાથે રિવ્યૂ બેઠક યોજવામાં આવી જેમાં શાળાના વિકાસ અને શેક્ષનિક મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી. છેલ્લે ચા નાસ્તો કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.