GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મામલતદારે તાલુકા પંચાયત સામેથી ગેરકાયદેસર કપચી ભરી જતુ ટ્રેક્ટર ઝડપી ૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

 

તારીખ ૧૮/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર દ્વારા તાલુકા પંચાયત કચેરી સામે થી કપચી ભરી જતા ટ્રેક્ટર ને રોકી તેના ચાલક ફતેસિંહ ગણપતસિંહ પરમાર પાસે ખનીજ વહન કરતા સમયે રાખવાનો ખનીજ વિભાગ તરફથી ઈશ્યૂ કરેલો કપચીનો રોયલ્ટી પાસ માંગતા તેની પાસે કોઈ પણ પ્રકારનો પાસ પરમીટ જોવા મળ્યો નહિ પુછપરછ કરતા આ ટ્રેક્ટર શામળદેવી ગામના જસવંતસિંહ જાલમસિંહ પરમાર નુ હોવાનુ અને તેમના ખેતરમાંથી કપચી ભરી બરોલા ગામે ખાલી કરવા જતા હોવાનું જણાવેલ જેથી મામલતદાર દ્વારા રૂ ૪ લાખની કિંમતનો ટ્રેક્ટર જીજે ૧૭ બીએન ૬૫૨૮ નંબરનું ટ્રેક્ટર ટ્રોલી સહિત મુદામાલ કબજે કરી ગુજરાત ખનીજ નિયમો ૨૦૧૭ મુજબ કાયદેસર કાર્યવાહી કરી ટ્રેક્ટર ખનીજ સહિત કબજે કરી મામલતદાર કચેરીમાં મુકાવેલ છે.

Back to top button
error: Content is protected !!