કાલોલ નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં ૭ ઉમેદવારો બિનહરીફ થતાં ૭ વોર્ડની ૨૧ બેઠકો માટે ૫૭ ઉમેદવારો મેદાનમાં
તારીખ ૦૫/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આગામી તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાનાર કાલોલ નગર પાલિકા સામાન્ય ચૂંટણી – ૨૦૨૫ અનુસંધાનેની પ્રથમ ચરણની તાંત્રીક કામગીરીઓ મહદ્ અંશે પૂર્ણ થતાં તમામ ૭ વોર્ડનું સ્પષ્ટ અને અંતિમ ચૂંટણી ચિત્ર બહાર આવ્યું છે.આ દરમ્યાન વોર્ડ નં. ૩ના બે, વોર્ડ નં.૫ ના બે અને વોર્ડ નં. ૭ ના ત્રણ ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ગોધરાએ વોર્ડ નં. ૩ પછાતવર્ગ સ્ત્રી અનામત ઉમેદવાર રાધાબેન મહેશકુમાર રાણા,પછાતવર્ગ સામાન્ય ઉમેદવાર ગૌરંગકુમાર છબીલદાસ દરજી (બંને ભાજપા) વોર્ડ નં. ૫ ના સામાન્ય સ્ત્રી બેઠકના ( ભાજપા) અને પછાતવર્ગના (અપક્ષ – ભાજપા પ્રેરિત) ઉમેદવારો સાથે વોર્ડ નં.૭ ની સામાન્ય સ્ત્રી બેઠકના ઉમેદવાર કેયાબેન તુષારકુમાર શાહ,અનુ.આદિજાતિ સ્ત્રી બેઠકના મંજુલાબેન સમીરભાઈ ભાભોર તથા પછાતવર્ગની બેઠક પર અર્જુનસિંહ છત્રાભાઈ રાઠોડ (તમામ ભાજપા) સામે પ્રતિસ્પર્ધી ઉમેદવારો નહી હોવાથી વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા.ઉપરાંત ઉમેદવારી પત્ર પરત લેવાના આજના દિવસે ૧૯ ઉમેદવારો સ્પર્ધા માંથી ખસી જવા સાથે ૭ ઉમેદવારો બિનહરીફ થતાં બાકી રહેલા ૫૭ ઉમેદવારો પ્રતિસ્પર્ધીઓને માત આપવા એડી ચોટીનું જોર લગાવશે. મોટા ભાગના વોર્ડમાં ભાજપા,કોંગ્રેસ અને અપક્ષોનો ત્રિપાંખિયો જંગ જણાઈ આવે છે. જોકે નિષ્ણાતોના મતે આ ચૂંટણી ભાજપા V/S અસંતુષ્ટોની રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.વહીવટી તંત્ર તરફથી આજે થયેલી જાહેરાતો મુજબ ૭ વોર્ડની બાકી રહેલી ૨૧ બેઠકો માટે ૫૭ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા રહેશે. જેમાં સૌથી.વોર્ડમાં. અને વોર્ડ નં.સૌથી ઓછા ઉમેદવારો નોંધાયા છે.આ પૂર્વેની ૨૮ બેઠકો માટે ૨૭૭ ફોર્મનો ઉપાડ થયો હતો જે પૈકી ૧૦૩ ઇચ્છુકોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાંથી ચકાસણી દરમ્યાન ૩ ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.જ્યારે અન્ય ડમી ફોર્મ રદ થતાં ૮૩ ઉમેદવારી પત્રો રહ્યા હતા.મતદાન પૂર્વે જ ૭ બેઠકો જીતી લેતા ભાજપા છાવણીમાં ઉત્સાહનો માહોલ જણાયો હતો.