GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે મોબાઈલ ચોર ને મોબાઈલ સાથે ઝડપી પાડયો

તારીખ ૧૯/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તરફથી મિલ્કત સબંધી ગુન્હાઓ બનતાં અટકાવવા અને બનેલા વણશોધાયેલ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી.ભરવાડ નાઓ ને ટેકનીકલ અને હુમન સોર્સીસ નાં આધારે ખાનગી રાહે બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે એક ઇસમ શરીરે કાળા કલર નું ટોપી વાળું જેકેટ તેમજ કમરે ભૂરા કલર નું જીન્સ પેન્ટ પહેરેલ છે અને તેની પાસે ચોરી નો સેમસંગ કંપની નો મોબાઈલ છે અને તે મોબાઈલ વેચવા કાલોલ ગધેડી ફળીયા નાં નાકે ઉભો છે જે આધારે સર્વેલન્સ સ્ટાફ નાં માણસો એ સદર જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત વર્ણન વાળો એક ઇસમ હાજર મળી આવેલ હોય જેથી સદર ઇસમ નાં હાથ માં રહેલ મોબાઈલ વીષે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી સદર મોબાઈલ નાં IMEI નંબર ને પોકેટ કોપ મોબાઈલ માં CEIR પોર્ટલ માં સર્ચ કરતા સદર મોબાઈલ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબનાં કામે ચોરી માં ગયેલ હોવાનું જાણવા મળેલ જેથી ઇસમ નું નામઠામ પૂછતા સાજીદ મહમંદભાઈ શેખ ઉ.વ.૩૩ ધંધો.મજુરી રહે.કાલોલ કાશીમાંબાદ સોસાયટી નો હોવાનું જણાવેલ હોય જેથી તેની પૂછપરછ કરતા બે દીવસ અગાઉ કાલોલ નગરપાલિકા પાસેથી એક એકટીવા માંથી ચોરી લઇ ગયેલ હોવાનું કબુલાત કરેલ હોય જેથી મોબાઈલ ચોરી નો અનડીટેકટ ગુન્હો ડીટેક્ટ કરી પકડાયેલ આરોપી વીરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Back to top button
error: Content is protected !!