કાલોલના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થયેલ બે બાઇક સાથે એક ઇસમને કાલોલ પોલીસે ઝડપી પાડયો.
તારીખ ૦૬/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મિલ્કત સબંધી ગુન્હાઓ બનતાં અટકાવવા અને બનેલા વણશોધાયેલ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક હાલોલ વિભાગ હાલોલ નુ માર્ગદર્શન તથા સુચના મળેલ જે આધારે પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ નાઓ સર્વેલન્સ સ્ટાફ નાં માણસો સાથે મધવાસ ચોકડી પાસે વાહન ચેકિંગ માં હતા તે દરમ્યાન એક ઈસમ એક વાદળી કાળા કલરની નંબર વગર ની હીરો કંપની ની સ્પ્લેન્ડર મોટર સાયકલ હાલોલ થી કાલોલ તરફ લઇ આવતા તેને ઉભો રાખી તેની પાસે જરૂરી ગાડી નાં કાગળો માંગતા તેની પાસે ગાડી નાં કાગળો ન હોય અને સદર ગાડી તેમજ ઇસમ શંકાસ્પદ લાગતા સદર ગાડી નાં એન્જીન તેમજ ચેચીસ નંબર ને પોકેટ કોપ માં સર્ચ કરતા સદર ગાડી કાલોલ પોલીસ સ્ટેશનનના બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબનાં કામે ચોરી માં ગયેલ હોવાનું જાણવા મળેલ જેથી સદર ઇસમ ને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા આજ થી એકાદ મહિના અગાઉ જેતપુર ગામની સીમમાંથી લોક તોડી ચોરી લઈ ગયેલ હોવાનું કબુલાત કરેલ હોય અને સદર આરોપી ની સઘન પૂછપરછ કરતા અન્ય બીજી એક મોટર સાયકલ પણ ચોરી કરી બાકરોલ ગામ ની સીમ માં મુકેલ હોવાની કબુલાત કરેલ હોય જે આધારે નીચે મુજબ નો ચોરી નો મુદામાલ કબજે કરી વાહન ચોરી નો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી પકડાયેલ આરોપી નરેશભાઈ ઉર્ફે રાહુલ લક્ષ્મણભાઈ પરમાર વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જ્યારે અન્ય એક આરોપીને પકડવા ના ચક્ર ગતિમાન તેજ કર્યા છે.