ARAVALLIBAYADGUJARAT

બાયડ : સાઠંબામાં કપિરાજનો આતંક જોવા મળ્યો.આશરે 8 થી વધારે લોકો પર હુમલો કર્યો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

બાયડ : સાઠંબામાં કપિરાજનો આતંક જોવા મળ્યો.આશરે 8 થી વધારે લોકો પર હુમલો કર્યો

અરવલ્લીના બાયડ તાલુકાના સાઠંબામાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે. જેને આશરે 8 થી વધારે લોકો પર હુમલો કર્યો હતો.મળતી માહિતી અનુસાર સાઠંબામાં ત્રણ દિવસથી કપિરાજના આતંકના 8 લોકોને બચકા ભરતાં ભોગ બન્યા છે.સાઠંબામાં દરજી ફળી ,તુલસી કુંજ સોસાયટી, ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર, તેમજ નદી વળી ફળીમાં કપીરાજે હાહાકાર મચાવ્યો છે સાઠંબામાં 8 જેટલા લોકોને કપિરાજે માથાના ભાગે હાથના ભાગે તેમજ પગના ભાગે કાપીરાજ બચકાં બચકાં ભર્યા હતા.બચકા થી ઇજાગ્રસ્તોને સાઠંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સારવાર કરાઇ હતી.જેના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે દ્વારા આતંક ફેલાવનાર કપિરાજને પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!