BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ જિલ્લામાં કર્મયોગીઓએ સફાઈના અનસંગ હીરો સાથે “સલામ છે સફાઈ મિત્રને” હેઠળ પુષ્પ ગુચ્છથી તેમનું સન્માન કર્યુ અને સેલ્ફી લેવડાવી


****
ભરૂચ- બુધવાર- સમાજના અનસંગ હીરો જેમના કારણે આપણે સ્વસ્થ અને સ્વચ્છ રહી શકીએ છીએ એવા સમાજના સફાઈ કરનારા અનસંગ હીરોને બિરદાવવાનું કામ આજરોજ સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં પણ કરવામાં આવ્યું સલામ છે સફાઈ મિત્રને…… આજની પ્રવૃતિ હેઠળ ……
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા ની ઝુંબેશમાં આજરોજ આપણી આસપાસ કચરાની સફાઈ કરનારા સફાઈ મિત્રોને સમગ્ર જિલ્લા સહિત ભરૂચ શહેરમાં પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મયોગીઓએ સફાઈના અનસંગ હીરો સાથે “સલામ છે સફાઈ મિત્રને” હેઠળ પુષ્પ ગુચ્છ થી તેમનું સન્માન કર્યું હતું તેમજ તેમની સાથે સ્વચ્છતા સેલ્ફી પણ ખેંચાવી હતી. સ્વચ્છતા કર્મીઓની યાદગાર અને સન્માનનીય ક્ષણ બનાવવાની આ તકને સરકાર સાથે સ્થાનિકો અને કર્મયોગીઓ એ પણ નિભાવી છે. સફાઈમિત્રો સાથે સેલ્ફી દ્વારા સ્વચ્છતાનો આદર કરીએ, ચાલો સફાઈમિત્રોના તેમના મહાન યોગદાનને માન આપીએ અને સ્વચ્છતાનું સંકલ્પ પુનઃદ્રઢ કરીએઅને સમગ્ર સમાજની સાથે આપણે સૌ પણ કહીએ સલામ છે સફાઈ મિત્રને

Back to top button
error: Content is protected !!