GUJARATKUTCHMANDAVI

સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે કર્તવ્યબોધ દિનની ABRSM-નખત્રાણા દ્વારા ઉજવણી કરાઇ.

મહાપુરુષો સ્વામી વિવેકાનંદ તેમજ સુભાષચંદ્ર બોઝની જેમ કર્તવ્ય પથ પર આગળ વધવા અપીલ કરાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૧૮ જાન્યુઆરી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દર વર્ષે નિયમિત અને નૈમિતિક કાર્યક્રમોની ઉજવણી સમાજના અગ્રણીઓ અને શિક્ષકોને જોડીને કરતુ આવી રહ્યુ છે, ચાલુ વર્ષે પણ *ભગવાન બીરસા મુંડા જન્મ જયંતી, રાણી અહલ્યાઇ હોલકર ત્રિશતાબ્દી જન્મજયંતી* જેવા સફળ કાર્યક્રમો યોજી સમાજમાં અલગ છાપ બનાવી છે. ચાલુ માસમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નિયમિત કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ જે *12 જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ થી 23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીના* સમયગાળામાં ઉજવવામાં આવી રહી છે. આવા જ એક *કર્તવ્યબોધ દિનની* ઉજવણી નખત્રાણા તાલુકાના નિરોણા ગામ મધ્યે સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલમાં કરવામાં આવેલ હતી. જેની શરૂઆત દિપ પ્રાગટ્ય તેમજ માં શારદે વંદનાથી કરવામાં આવેલ હતી. આવેલ મહેમાનોનુ શાબ્દિક સ્વાગત ABRSM- નખત્રાણા તાલુકા ગ્રાન્ટેડ માધ્યમિક સંયોજક બાબુભાઈ પરમારે કરેલ હતુ. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાનીએ ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન કરેલ હતુ. મુખ્ય વક્તા એવા કચ્છ માધ્યમિક ગ્રાન્ટેડ પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલે બંને મહાપુરુષોના જીવન કવનની ઝાંખી કરાવી સૌએ એમના જીવનમાંથી પ્રેરણા લઈ પોતાના કર્તવ્ય પથ પર આગળ વધવુ જોઈએ અને સમાજ તેમજ રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યનુ પણ વહન કરવુ જોઈએ એમ જણાવેલ હતુ. વળી, તેમણે ભગવદ ગીતાના સિધ્ધાંત અનુસાર પોતાના કર્મ ને જ ધર્મ માની રાષ્ટ્ર સેવા તેમજ માનવ સેવામાં અગ્રેસર થવા અપીલ કરેલ હતી. આભાર વિધિ શાળાના શિક્ષિકા આશાબેન પટેલ દ્વારા અને કલ્યાણ મંત્ર ભૂમિબેન વોરાએ કરાવેલ હતો. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન માધ્યમિક ગ્રાન્ટેડ જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ અલ્પાબેન ગોસ્વામીએ કરેલ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય શ્રી ડૉ વી.એમ.ચૌધરી સાહેબનો ખાસ સાથ સહકાર મળેલ હતો.

Back to top button
error: Content is protected !!