BANASKANTHAGUJARATPALANPUR
ગલર્સ હાઈસ્કુલ અને કરણાવત હાઈસ્કુલનાં વિધાર્થીઓ સાથે કિરણભાઈ ગાંધી આવેલ હતા. તેઓએ જી. ડી. મોદી વિધાસંકુલનાં મધ્યસ્થ ગ્રંથાલયની મુલાકાત લીધી હતી
23 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
સ્કુલના વિધાર્થીઓની ગ્રંથાલય મુલાકાત ગલર્સ હાઈસ્કુલ અને કરણાવત હાઈસ્કુલનાં વિધાર્થીઓ સાથે કિરણભાઈ ગાંધી આવેલ હતા. તેઓએ જી. ડી. મોદી વિધાસંકુલનાં મધ્યસ્થ ગ્રંથાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં મધ્યસ્થ ગ્રંથાલયના ગ્રંથપાલ ર્ડા. સમીર એમ. ચૌધરી એ ગ્રંથાલયની માહિતી અને તેની કામગીરી વિગતવાર માહિતી આપી હતી. ગ્રંથાલયમાં પુસ્તકોની ગોઠવણી, ઈ-રિસોર્સ, કોમ્પ્યુટર પર થતી કામગીરી, રીસર્ચ લેબ તેમજ વિધાર્થીએ કઈ રીતે વાંચન કરવું અને યાદ રાખવું તેની વિગતવાર માહિતી અને ટીપ્સ આપી હતી તેમજ વિધાર્થીઓને વધુ વાંચન માટે પોત્સાહિત કર્યા હતા. આ મુલાકાતમાં ભારતીબેન અને સંજયભાઈએ સહકાર આપ્યો હતો.