અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
કુણોલ 1 ગ્રામપંચાયતના વોર્ડ 8 માં મહિલા ઉમેદવારનું ચૂંટણી કાર્ડ હોવા છતાં મતદાર યાદીમાં નામ ન હોવાથી ફોર્મ રદ ..!!! જવાબદાર કોણ..?
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસવાનો દિવસ હતો અને અંતે કેટલા ફોર્મ માન્ય અને કેટલા રદ તે પણ સ્પષ્ટ થયું પરંતુ અહીં એક ઉમેદવાર ને અન્યાય થયો હોવાની ઘટના સામે આવી છે પરંતું સવાલ એ કે જવાબદાર કોણ..?
વાત છે મેઘરજ તાલુકાની કુણોલ 1 ગ્રામપંચાયતની જેમાં વોર્ડ 8 માં સભ્ય તરીકે ઉમેદવારી રાવળ નીરૂબેન રમેશભાઈ એ કરી હતી તેમની પાસે રહેઠાણ સહિત બધાજ પુરાવા હતા ચૂંટણી કાર્ડ પણ હતું પરંતુ મતદાર યાદીમાં નામ ન હોવાથી સભ્ય તરીકે નું ફોર્મ રદ થયું હોવાનો મામલો સામે આવ્યો છે. બીજી તરફ અરજદારના પતિના જણાવ્યા અનુસાર ચુંટણી કાર્ડ અમે જ્યાં રહીએ છીએ તે જ વિસ્તારનું છે છતાં મતદાર યાદીમાં નામ કેમ નથી તેવા સવાલો કર્યા હતા. આમ ઉમેદવાર ને ચૂંટણી કાર્ડ હોવા છતાં આજે તે સભ્યની ચૂંટણીથી વંચિત રહ્યો છે ત્યારે સવાલો અનેક થાય છે ચૂંટણી કાર્ડ હોવા છતાં મતદાર યાદીમાં નામ કેમ નહીં…? આ બાબતે ગ્રામપંચાયતના તલાટી ને સંપર્ક કરતા તલાટી એ જણાવ્યું હતું કે મતદાર યાદી પંચાતમમાં પ્રસિદ્ધ કરાઈ હતી પરંતુ આ બાબતે કોઈ રજૂઆત આવી નથી તેમ જણાવ્યું હતું. બીજી તરફ મેઘરજ મામલતદાર નો સમ્પર્ક કરતા તેમને જણાવ્યું હતું કે આ બાબતે અરજદાર જવાબદાર છે તેવું જણાવ્યું હતું અને કહ્યું હતું કે મતદાર યાદી વિધાનસભાની મતદાર યાદી ને આધારે ગ્રામપંચાયતની યાદી તૈયાર થતી હોય છે તેમ જણાવ્યૂ હતું બીજી તરફ ગ્રામપંચાયતમાં યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે જ્યાં કોઈ સુધારા હોય તો મર્યાદિત સમયમાં થઈ જતા હોય છે અને આ તમામ બાબત ચુંટણીપંચ વિભાગમાં આવે છે ત્યારે સમગ્ર બાબતે મતદાર યાદીમાં નામ ન હોવાને લઈ ખરેખર જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઊભા થયા છે. મત આપવાનો અધિકાર પરંતુ ચૂંટણી લડવાનો અધિકારી કેમ નહીં… જવાબદાર કોણ જેવા અનેક સવાલો ઊભા છે. ત્યારે હાલ તો આ મહિલાનું મતદાર યાદીમાં નામ ન હોવાથી સભ્ય તરીકે ચૂંટણીનું ફોર્મ રદ જતા ચૂંટણી લડી શકશે નહીં