BHUJGUJARATKUTCH

કચ્છી નવા વર્ષે નવ રચિત ABRSM- કચ્છ ગ્રાન્ટેડ હોદ્દેદારોની જિલ્લા શિક્ષણ અધિકારીની શુભેચ્છા મુલાકાત.

શાલ, પુસ્તક અને પેન અર્પણ કરી સન્માન કરાયું; જિલ્લા શિક્ષણ અધિકારીએ નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન સહ હાર્દિક શુભેરછાઓ પાઠવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ: તા.16/07/26; કચ્છી નવા વર્ષના દિવસે નવ રચિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ–કચ્છના અનુદાનિત આચાર્ય, ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક સંવર્ગના હોદ્દેદારોએ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.પ્રાંત કોર ટીમના ઉપાધ્યક્ષ મુરજીભાઈ ગઢવી માર્ગદર્શન તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાનીના સંકલનથી ત્રણેય અનુદાનિત સંવર્ગના પ્રમુખ કાર્યકર્તાઓએ જિલ્લા શિક્ષણ અધિકારી નું શાલ, પુસ્તક અને પેન અર્પણ કરી સન્માન કર્યું હતું.આ પ્રસંગે આચાર્ય સંવર્ગના અધ્યક્ષ વસંતભાઈ ગઢવી, મહામંત્રી ભાણજી વીગોરા, ઉપાધ્યક્ષ હાસમભાઈ મંધરા, ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ ડૉ પૂજાબેન જોષી, મહામંત્રી પ્રેમપ્રકાશ ગુપ્તા, મહિલા ઉપાધ્યક્ષ ડૉ. દીનાબેન જોબનપુત્રા, કોષાધ્યક્ષ ડૉ. નરેશભાઈ કારિયા તેમજ માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ચેતનભાઈ લાખાણી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ રૂપેશભાઈ સોલંકી, ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ પરમાર, મંત્રી કાંતિલાલ ચૌહાણ, કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર, પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા શિક્ષણ અધિકારી એ નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવતાં તેમના કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. એવું પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલની યાદીમાં જણાવાયેલ હતું.

Back to top button
error: Content is protected !!