વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.
માંડવી, તા-04 ફેબ્રુઆરી : પીજીવીસીએલ અંજાર વર્તુળ કચેરી ખાતે પીજીવીસીએલની તાજેતરમાં મળેલી બેઠકમાં ૫ ફેબ્રુઆરીથી વીજબીલ બાકીદારોના વીજ કનકેશન કાપવાની ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત બાકીદારોને વીજસેવા ન ખોરવાય તે માટે ત્વરીત બાકી લેણા ભરવા અનુરોધ કરાયો છે.વિશેષ મુખ્ય ઇજનેર, પીજીવીસીએલ વર્તુળ કચેરી અંજારની અખબારી યાદી મુજબ તાજેતરમાં મળેલી બેઠકમાં પીજીવીસીએલ અંજાર વર્તુળ કચેરી દ્વારા બહારથી ટીમો બોલાવી તમામ બાકી રકમવાળા કનેકશનો કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી સત્વરે વીજબીલ ઓનલાઇન અથવા પીજીવીસીએલ વિન્ડો ઉપર જઇને ભરપાઇ કરવા અનુરોધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, કંપનીના નિયમ અનુસાર જે વીજગ્રાહકનું કનેકશન કાપવામાં આવશે તે ફરી ચાલુ કરવા માટે જે તે સબ ડિવિઝન ઓફિસમાં રૂબરૂ જઇ રી-કનેકશન ચાર્જ ભરપાઇ કરતી વખતે રેવન્યુ ડોક્યુમેન્ટ જેવા કે માલિકીના આધાર-પુરાવા તથા ઓળખપત્ર સહીતના આધાર પુરાવાઓ ઇ-કેવાયસી કરાવવા ફરજિયાત કરેલા હોવાથી આ પ્રક્રિયાથી બચવા તથા અવિરત વીજસેવા મળતી રહે તે માટે તત્કાલ બાકી વીજબીલના લેણાં ધરાવતા ગ્રાહકો વીજબીલ ભરી દે તેમ અનુરોધ કરાયો છે.