વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-29 નવેમ્બર : આરોપો બાદ અદાણી જૂથને વિદેશોમાંથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે. અબુ ધાબી, શ્રીલંકા, ઈઝરાયેલ અને તાંઝાનિયા જેવા દેશોએ અદાણી જૂથ પર વિશ્વાસ અકબંધ રાખતા પુનઃ સમર્થન આપ્યું છે. તો સતત બીજા દિવસે પણ અદાણી જૂથની કંપનીઓના શેરમાં તોફાની તેજી જોવા મળી હતી. દરમિયાન અદાણી જૂથ અમેરિકામાં લાગેલા આરોપો મામલે સંભવિત તમામ કાયદેસરની કાર્યવાહી કરશે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર યુએસના આરોપો મામલે અબુ ધાબીની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC)એ અદાણી ગ્રુપના ટીકાકારોને સજ્જડ જવાબ આપ્યો છે. IHCએ અદાણી ગ્રૂપમાં તેનું રોકાણ યથાવત રાખ્યું છે. IHCએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “અદાણી ગ્રૂપ સાથેની ભાગીદારી ગ્રીન એનર્જી અને સસ્ટેનેબિલિટી સેક્ટર ક્ષેત્રે યોગદાનમાં અમારા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. IHC એ સ્પષ્ટપણે કહ્યું છે કે ” અદાણી જૂથને લઈને અમારા દૃષ્ટિકોણમાં કોઈ ફેરફાર થયો નથી”. ગત સપ્તાહે યુએસ તરફથી ગૌતમ અદાણી, તેમના ભત્રીજા અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી તેમજ અદાણી ગ્રીનના મેનેજિંગ ડિરેક્ટર વિનીત એસ. જૈન પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જો કે, અદાણી ગ્રુપે તે સમાચારોને પાયાવિહોણા ગણાવી ફગાવ્યા હતા. ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની અંદાજે USD 100 બિલિયનની અસેટ્સનું સંચાલન કરે છે. સૌથી મોટા સોવરિન ફંડ્સમાંની એક IHC એ ગૌતમ અદાણી પર ભરોસો વ્યક્ત કરતા અદાણી જૂથમાં રોકાણ અને યથાવત રાખવાની ઘોષણ કરી છે. IHC એ એપ્રિલ 2022 માં, અદાણી ગ્રીન એનર્જી અને પાવર કંપની અદાણી ટ્રાન્સમિશનમાં લગભગ USD 500 મિલિયનનું અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં USD 1 બિલિયનનું રોકાણ કર્યું હતું.દરમિયાન અન્ય આંતરરાષ્ટ્રીય ભાગીદાર શ્રીલંકાએ પણ અદાણી જૂથમાં ટેકો યથાવત્ રાખ્યો છે. શ્રીલંકા પોર્ટ ઓથોરિટીએ કોલંબો ટર્મિનલમાં USD 1 બિલિયન રોકાણની અદાણીની ભાગીદારીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પ્રોજેક્ટ શ્રીલંકાના પોર્ટ સેક્ટરમાં સૌથી મોટું વિદેશી સીધુ રોકાણ બનશે. શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટીના ચેરમેન એડમિરલ સિરીમેવાન રણસિંઘે (નિવૃત્ત) જણાવ્યું છે કે પ્રોજેક્ટને રદ્દ કરવા અંગે કોઈ ચર્ચા થઈ નથી. આ પ્રોજેક્ટ આગામી બે-બે મહિનામાં કાર્યરત થઈ જશે.આ તરફ તાંઝાનિયા સરકારે પણ અદાણી પોર્ટ્સ સાથેના કરારો પ્રત્યેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી છે. તેને લાગે છે કે તે પ્રોજેક્ટ્સમાં કોઈ ચિંતાની જરૂર નથી કારણ કે તમામ કોન્ટ્રાક્ટ તાંઝાનિયાના કાયદાનું સંપૂર્ણ પાલન કરે છે. મે-2024 માં તાન્ઝાનિયા અને અદાણી પોર્ટ્સે દાર એસ સલામ બંદર પર કન્ટેનર ટર્મિનલ-2 માટે 30-વર્ષના કન્સેશન કરાર કર્યા હતા. અદાણી પોર્ટ્સે તાન્ઝાનિયા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ સર્વિસિસમાં 95 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. તે USD 95 મિલિયનમાં હસ્તગત રાજ્યની માલિકીની એન્ટિટી છે. ઇઝરાયેલે પણ અદાણી જૂથમાં વિશ્વાસ અકબંધ રાખ્યો છે. ભારતમાં ઇઝરાયેલના રાજદૂતે ગુરુવારે જણાવ્યું હતું કે, “અમે ઈચ્છીએ છીએ કે અદાણી અને તમામ ભારતીય કંપનીઓ ઇઝરાયેલમાં રોકાણ કરવાનું યથાવત્ રાખે,” એમ્બેસેડર રુવેન અઝારે યુએસના આક્ષેપોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ઇઝરાયેલને અદાણી જૂથના રોકાણથી કોઈ સમસ્યા નથી.દરમિયાન કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને આંતરરાષ્ટ્રીય બંદરના ભાવિ વિકાસની ખાતરી કરતા અદાણી વિઝિંજમ પોર્ટ પ્રા.લિ. વચ્ચે પૂરક રાહત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટમાં રૂ. 10,000 કરોડના વધારાના રોકાણનો સમાવેશ થશે, પોર્ટની ક્ષમતા 30 લાખ TEU સુધી વિસ્તરણ પામશે. મુખ્યમંત્રીએ X પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “તે સીમાચિહ્નરૂપ વ્યાપક વિકાસ અને વૈશ્વિક જોડાણ માટેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.” દરમિયાન અદાણી ગ્રૂપના મોટાભાગના શેરોમાં સતત બીજા સત્રમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. અદાણી ટોટલ ગેસનો શેર આજે સવારે 10:20 વાગ્યા સુધી 16.86%ના વધારા સાથે રૂ. 811.10 પર ટ્રેડ થયો હતો. ગઈકાલે તે 20% વધ્યો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ટોટલ ગેસના શેરમાં ગુરુવારે શરૂઆતના ટ્રેડિંગમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. બંને શેરમાં 10%ની અપર સર્કિટ લાગી હતી. આ ઉછાળાને કારણે અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં સામેલ થયા હતા. તે જ સમયે અદાણી ગ્રુપની માર્કેટ કેપમાં રૂ. 42,500 કરોડથી વધુનો ઉમેરો થયો હતો.