વાત્સલ્યણ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૨૩ ઓક્ટોબર : અદાણી ફાઉન્ડેશનદ્વારા કચ્છના 18 ગામોના પશુપાલકોનેપ્રોત્સાહિત કરવા કાર્યક્રમનું આયોજીત કરવામાં આવ્યો હતો.જાડવા ગામમાં પશુપાલકો માટે આયોજીત આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં અબડાસા અને લખપત તાલુકાનાં 9૦+લોકોને ઈનામ વિતરણ અને પ્રમાણપત્રોથી નવાજવામાં આવ્યા હતા.અદાણી ફાઉન્ડેશન દ્વારા હિઝરત કરતા માલધારીઓને અટકાવી પશુપાલનને પ્રાધાન્ય આપતાઅથાગ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાછે.
અદાણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા બે માસમાં ડેરીમાં સૌથી વધુ દૂધ આપતા પાંચ પશુપાલકોને નવાજવામાં આવ્યા હતા. પ્રોત્સાહનરૂપેપશુપાલકોને પાંચ લીટર દૂધની સ્ટીલની બરણી તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.છેલ્લા બે માસમાં 336૦૦ લિટર દૂધ ભરીને ડુંગરભાઈ મંગલભાઈ રબારી (જાડવાવાળા)ને સૌથી વધારે દૂધ ઉત્પાદનનું પ્રથમ ઈનામ મેળવ્યું હતું.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત પશુપાલકોને સ્વચ્છ અને વધુ દૂધ ઉત્પાદન મેળવવા પશુ સંવર્ધનનું મહત્વ અને રસીકરણ અંગે પશુ ચિકિત્સકોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કુલ છ પંચાયતોના 18 ગામોને પશુ સારવાર માટે ઉપયોગી સાધનવિતરણ પણ કરવામાં આવ્યું હતું. વળી 1151 વૃક્ષો ધરાવતા અદાણી વનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું..
પ્રાંત અધિકારી કે. જે. વાઘેલાએ અદાણી ફાઉન્ડેશનની પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે “ડોક્ટરો દ્વારા પશુપાલકોને અપાયેલા માર્ગદર્શન પ્રમાણે જો નક્કર કામગીરી થાય તો, તેઓ ઉત્તમ વળતર મેળવી શકશે.” જ્યારે અદાણી સિમેન્ટના પ્લાન્ટ હેડ વિવેકકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે “ગાયને માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પણ આર્થિક દ્રષ્ટિએ પણ પાળવી જરૂરી છે.
અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે “અદાણી ફાઉન્ડેશન અંતરિયાળ વિસ્તારના માલધારીઓને મજબૂત કરવાનાસાર્થક પ્રયત્નો કરીરહ્યું છે. ત્યારે આપણે સૌએતેમને સાથ-સહકાર આપવો જોઈએ.
સરહદી વિસ્તાર કચ્છમાં રોજગારી માટેનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને વરસાદ આધારિત ખેતી છે.આ વિસ્તારમાં છેલ્લાં આઠ મહિનાથી અદાણી ફાઉન્ડેશન સામાજિક જવાબદારીના ભાગરૂપે કુદરતી સંસાધનોને મજબૂત કરવાની કામગીરી કરી રહ્યું છે. સરહદ ડેરી અને માહી ડેરીએ દૂધ ઉત્પાદન ખરીદવાનું શરૂ કરતાહિજરત કરતા માલધારીઓ સ્થાયી થયા છે.