વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૨૧ નવેમ્બર : તાલુકાની સફળતા બાદ હવે વિધાર્થીઓ જિલ્લા કક્ષાએ પોતાનુ નૂર બતાવશે.વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ૨૦૦૧ થી સમગ્ર કચ્છ જિલ્લામાં લેવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિની વિદ્યાને જીવંત અને જાગૃત બનાવી રાખવાનો અને તેના માધ્યમથી બાળકોમાં ભારતનો ગૌરવશાળી ઇતિહાસ તથા સંસ્કૃતિની જાણકારી પ્રાપ્ત થાય તેમજ તેમનામાં મૂલ્ય, નૈતિકતા અને આદર્શોનું બીજારોપણ થાય એ રહેલો છે. આ પરીક્ષા ધોરણ પાંચ થી કોલેજ ના બીજા વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે કચ્છ જિલ્લામાં તાલુકા થી રાજ્ય કક્ષા સુધી ગાયત્રી શક્તિપીઠ ભુજ દ્વારા લેવામાં આવે છે. આ વર્ષ ૨૦૨૪ માં નખત્રાણા તાલુકામાંથી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણાના ધો. ૯ થી ૧૨ ના પાંચ વિધાર્થીઓએ પ્રથમ ત્રણ ક્રમમાં આવી જિલ્લા કક્ષાએ જવા માટે પોતાનુ સ્થાન નિશ્ચિત કરેલ છે. જેમા માધ્યમિક વિભાગમાં ધો. ૯ ની શ્રેયા મહેન્દ્રભાઈ ભાનુશાલી પ્રથમ ક્રમે, ધો.૧૦ ની ધારા શિવાનંદ ગજરાએ પ્રથમ અને વંશી નીતિનભાઈ ભાનુશાલીએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ હતો. જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધો.૧૧ ના પાર્થ દીપકભાઇ ભાનુશાલીએ તૃતીય અને ધો.૧૨ ની વિધાર્થીની હાજીયાણીબાઈ રમજાનભાઇ પઠાણે પ્રથમ ક્રમ હાંસલ કરી તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરેલ હતો. તાલુકા કક્ષાની સફળતા બાદ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જઇ રહેલ તમામ પાંચેય વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય શ્રી ડૉ વી.એમ.ચૌધરી સાહેબ, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા- નખત્રાણા તાલુકા સંયોજક અને શાળાના માર્ગદર્શક શિક્ષક અલ્પેશભાઈ જાની તેમજ સમગ્ર શાળા પરિવારે અભિનંદન સહ શુભકામનાઓ પાઠવેલ હતી.