વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.
રાપર,તા-૧૮ નવેમ્બર : નાયબ નિયામકશ્રી અનુ.જાતિ કલ્યાણ તેમજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ ભુજ દ્વારા ગુજરાત સરકાર તેમજ ભારત સરકારશ્રીની વિવિધ પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાઓ માટે ધોરણ ૧ થી ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું E-KYC કરવા તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના સંયુક્ત સહયોગથી તા.૧૯ અને ૨૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ રાપર તાલુકામાં E-KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ રાપર તાલુકાની તમામ શાળાઓ અને તમામ ગ્રામ પંચાયત ખાતે યોજાશે. કેમ્પમાં ગ્રામ પંચાયત વીસીઈ અને શાળાના આચાર્યશ્રી હાજર રહેશે. આ કેમ્પનો મહતમ લાભ લેવા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને નાયબ નિયામકશ્રી અનુ.જાતિ કલ્યાણ ભુજ કચ્છ દ્વારા અનુરોધ કરાયો છે.