વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૨૩ ફેબ્રુઆરી : દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. ભુજ તાલુકાની નોખાણિયા પ્રા. શાળા ખાતે પણ તેની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી. શાળાના આચાર્ય હરિસિંહ જાડેજા દ્વારા માતૃભાષાના મહત્ત્વ, માતૃભાષા દિવસની ઉજવણીનો હેતુ અને તેના ઈતિહાસ અંગે બાળકોને વિગતવાર સમજ અપાઈ હતી.બાળકો માટે શ્રુતલેખન, સુલેખન, ગીત ગાયન સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધા, ડાન્સ- ડ્રામા, સ્વ રચિત કાવ્ય, પ્રકલ્પ પ્રદર્શન, વાર્તા સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓમાં કુલ 75 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી વિજેતા 27 વિધાર્થીઓ અને ભાગ લેનાર 48 વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજન ઉત્સાહી ભાષા શિક્ષક બ્રિજેશ બૂચ દ્વારા કરવામાં આવ્યું હતું તો નિર્ણાયક તરીકે શાળાની શિક્ષિકા બહેનો નમ્રતા આચાર્ય અને માનસી ગુસાઈએ સેવા આપી હતી.