વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૬.ફેબ્રુઆરી : ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન માનનીય રાષ્ટ્રપતિશ્રી વૈશ્વિક ધરોહર સાઇટ ધોળાવીરાની પણ મુલાકાત લેશે. આ અન્વયે ધોળાવીરા સાઈટ તા. ૨૭ તથા ૨૮ ફેબ્રુઆરી તેમજ ૧ માર્ચ, ૨૦૨૫ એમ કુલ ત્રણ દિવસ મુલાકાતીઓ તથા પ્રવાસીઓ માટે બંધ રહેશે તેમ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની રાજકોટ વર્તુળ કચેરી દ્વારા જણાવાયું છે.