ABADASAKUTCH

વિવિધ સંસ્થાઓ, કંપની અને લોકોના સહયોગ દ્વારા અબડાસા ના વાયોર ગામમાં ઘાસનું થતું વિતરણ

૩૦-મે

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

અબડાસા કચ્છ :- વાયોર ગામમાં પશુ માટે ઘાસનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્ય વિવિધ સંસ્થાઓ સાથે સંકલન દ્રારા જેમાં અલ્ટ્રાટેક કોમ્યુનિટી વેલ્ફેર ફાઉન્ડેશન, યુનિટ સેવાગ્રામ સિમેન્ટ , શ્રી રામ ક્રિષ્ન ટ્રસ્ટ માધાપર, વાયોર ગૌ – સેવા સમિતિ , તેમજ વાયોર ગામમાં કેટલાક ગ્રામજનો દ્વારા તેમના જન્મદિવસે દાન આપી આ અબડાસા ના વાયોર જૂથ ગ્રામ પંચાયત માં પશુઓના ઘાસ-ચારાની વ્યવસ્થા કરવા માટે આર્થિક સહાય કરવામાં આવે છે. આ કાર્ય દ્વારા અંદાજિત 500 થી વઘુ અબોલા પશુઓને લાભદાયી થશે હાલના ઉનાળાની કપરી પરિસ્થિતિમાં પશુપાલકોને ઘાસ-ચારા માટે તકલીફ દૂર કરી શકાય તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા આર્થિક સહાય કરવામાં આવી છે. ગામના સરપંચશ્રી પ્રભાતસિહ જાડેજા, ઉપસરપંચ ઇમરાનભાઈ મારા, નારૂભા જાડેજા તેમજ ગ્રામ પંચાયતના સભ્યો,પશુપાલકો અને અલ્ટ્રાટેક સિમેન્ટ ના કર્મચારી પ્રતિક ભટ્ટનાગર, યોગેશ વ્યાસ, જ્યોત્સના ગોસ્વામી, ખેતુભા ચૌહાણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વાયોર ના સરપંચશ્રી, ઉપ સરપંચ શ્રી અને આગેવાનો દ્વારા આ કાર્યની પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કર્યો હતો.

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!