BHUJKUTCH

કચ્છમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા માટે સુરક્ષાને ધ્યાને રાખીને તમામ પરીક્ષા કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા જિલ્લા શિક્ષણ અધિકારી અને કચ્છ કલેકટર અને બોર્ડર રેન્જ આઇ.જીને SDPI ક્ચ્છ જિલ્લા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૨૫ ફેબ્રુઆરી : ક્ચ્છ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા આવી રહી છે જેમાં સુરક્ષાને ધ્યાને રાખીને તમામ પરીક્ષા કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ક્ચ્છ જિલ્લા કલેકટર સાહેબ અને બોર્ડર રેન્જ આઇ.જી સાહેબને SDPI ક્ચ્છ જિલ્લા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી ગુજરાતમાં રાજ્ય શિક્ષણ અધિકારીના પરિપત્ર મુજબ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા તા ૨૭-૨-૨૦૨૫ થી ચાલુ થઈ રહી છે જેને ધ્યાને રાખીને સમગ્ર ક્ચ્છ જિલ્લામાં બોર્ડના તમામ પરીક્ષા કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે જેથી બોર્ડની પરીક્ષા સમય કોઈ પણ પ્રકારની ઘટનાઓ ના બને અને બોર્ડની પરીક્ષામાં આપ સાહેબશ્રી જેવા અધિકારો બનવા માટે પોતાના સપનાઓ લઈ ને આવતા છોકરા અને છોકરીઓ તેવામાં નાની ઉંમરની છોકરીઓની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત જરૂરી છે હાલમાં સમયમાં ગુજરાતના વિવિધ શહેરમાં વિકૃત માનસિકતા ધરાવતા અને રોમિયોગીરી કરતા છોકરાઓ દ્વારા અનેક જગ્યાએ સ્કૂલની છોકરીઓ છેડતી ભોગ બની રહી છે જેના કારણે છોકરીઓ શિક્ષણ થી વંચિત રહી જાય છે જેથી ક્ચ્છ જિલ્લાના આવી કોઈ ઘટના ના બને જેને ધ્યાને રાખીને તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવા SDPI સોશીયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના ક્ચ્છ જિલ્લા પ્રમુખ રોશનઅલી સાંધાણી સાથે સિકંદર સામેજ અને ઇસ્માઇલ ઘાંચી દ્વારા રજૂઆત કરવામાં આવી.

Back to top button
error: Content is protected !!