KUTCHMANDAVI

બિદડા પ્રા.શાળા પાસે રસ્તા પર ગટરનું કાદવ વાળુ પાણી વરસાદના પાણીની જેમ વહેતું રહ્યું છે ત્યારે ઘોર નિદ્રામાં સુતેલી બિદડા ગ્રામપંચાયત ક્યારે જાગશે.

૨૩-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

ભર નિદ્રામાં સુતેલી બિદડા ગ્રામપંચાયત દ્વારા ગટરનું કાદવ વાળુ પાણી નું રિપેરિંગ કામ ક્યારે કરવામાં આવશે.

બિદડા ગામમાં માધ્યમ વર્ગના લોકોના વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવતી નથી.

બિદડા પંચાયત દ્વારા મળતીયાઓ નાં વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવે છે.

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગામની પ્રાથમિક શાળા પાસે ગટર નુ કાદવ વાળુ પાણી છેલ્લા એક અઠવાડિયાથી વહેતું રહ્યું છે તે ગટરનુ કાદવ વાળુ પાણી જાણે વરસાદના પાણીની જેમ નાના છેલ્લા વહેતાં હોય તેમ ગટરનું પાણી નીકળતું દેખાય છે આ ગટરનુ કાદવ વાળુ પાણી છેલ્લા એક અઠવાડિયાથી વહેતું રહ્યું છે અને બિદડા ગ્રામ પંચાયત અને ગામના સરપંચ ભર નિદ્રામાં સુતેલા દેખાઇ રહી છે. બિદડા ગામમાં પંચાયત દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય માટે કોઈ પણ પ્રકારની સફાઈ કામગીરી કે ગામના અલગ અલગ વિસ્તારોમાં ટુટી ગયેલ ગટર લાઈન નાં પાઈપ જેવી કે અન્ય કોઈ પણ પ્રકારની સફાઈ કામગીરી કરવા માંટે પંચાયત બેદરકારી દાખવી રહી છે.અને બિદડા ગામના સરપંચ દ્વારા બિદડા ગામની અંદર કોઈ મધ્ય વર્ગના લોકોના વિસ્તારમાં સફાઈ કામગીરી કે અન્ય કોઈ પણ પંચાયતને લગતી કામગીરી કરવામાં આવતી નથી અને બિદડા ગ્રામજનો ને ઘણી બધી મુશ્કેલીનુ સામનો કરવો પડે છે. ગટરનું કાદવ વાળુ પાણી વરસાદના પાણી ની જેમ વહેતું રહ્યું છે.ત્યારે બિદડા ગામમાં આવેલી પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભયંકર માત્રામાં જોખમી સાબિત થઈ રહી છે અને આવા કાદવ વાળા પાણી થી માંખી મચ્છર જેવા જંતુઓ ઉત્પન્ન થાશે અને નાના ભુલકાઓને કોઈ મોટી બીમારી લાગુ પડશે તો તે‌ જવાબદારી કોની રહેશે અને હાલ નાના મોટા લોકોમાં વાયરલ ઇન્ફેક્શન નુ તાવ એ બીમારીની માજા મૂકી છે.ત્યારે આ ગટરનું કાદવ વાળુ પાણી થકી શાળાના વિદ્યાર્થીઓને મોટી બિમારીથી બચાવવા માટે બિદડા ગામના સરપંચને ભર નિદ્રા માંથી વહેલી તકે જાગવું પડશે.તેવું બિદડા ગામના સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા હતા.આ ગટરનું કાદવ વાળુ પાણી વરસાદના પાણીની જેમ વહેતું રહ્યું છે છતાંય બિદડા ગામની પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી માટે બિદડા ગામમાં સરપંચ પદ પર મહિલા છે તો તેમ નું તમાંમ વહીવટી કામગીરી સરપંચના પતિ સંભાળી રહ્યા છે.તે માટે બિદડા ગામમાં બેદરકારી જોવા મળી રહી છે. તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું માટે બિદડા ગામમાં વિકાસ નાં કામો પણ આજ દી સુધી કરવામાં આવતા નથી.અને બિદડા ગામની શાળા પાસે કાચા રોડનુ ખોદકામ કરીને ખુલ્લું મૂકી દેતા શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષકો ને તેમજ ગામના લોકોને મુશ્કેલી નુ સામનો કરવો પડે છે માટે બિદડા ગામમાં નાના લોકોના વિસ્તારમાં સંપુર્ણ રીતે કામ કરવામાં આવતા નથી તો.આ બિદડા ગામમાં કચ્છ કલેકટર કે તાલુકાના ધારાસભ્ય અને કચ્છ સાંસદ બિદડા ગામની મુલાકાત કરે તો બિદડા ગ્રામ પંચાયત ની બેદરકારી અને સરપંચ દ્વારા કાંઈ વિકાસ માટે કામગીરી કરવામાં આવતી નથી તેમની રજૂઆત સ્થાનિક લોકોનાં મોંઢે ઘણું બધું જાણવા મળે તેવું છે. માટે બિદડા ગામના સ્થાનિક લોકો એ વાત્સલ્યમ્ સમાચારના પ્રતિનિધિ પાસે જણાવ્યું હતું અને સરપંચ વિરુદ્ધ માં ગણી બધી ફરીયાદો સાથે પોતાનું દુઃખ વ્યક્ત કર્યો હતો.અને ગટર નુ કાદવ વાળુ પાણી વ્હેલી તકે બંધ કરવામાં નહીં આવે તો અમે સ્થાનિક લોકો કચ્છ કલેકટર ની કચેરી સામે ઉપવાસ પર ઉતરવા માટે તૈયાર રહેશુ તેવું ગામના જાગૃત નાગરિકો એ જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!