KUTCHMANDAVI

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારીમાં કચ્છના અપેક્ષિત પદાધિકારીઓ જોડાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૯ જુલાઈ : તા. 17/07/24 ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના વિવિધ સંવર્ગોની એકસાથે રાજ્ય કારોબારીની બેઠક ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, કર્ણાવતી ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોર ની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતી. મહેન્દ્ર કપૂર,ABRSM-સંગઠન મંત્રી, મોહનજી રાજપુરોહિત ABRSM-ઉપાધ્યક્ષ, ગુજરાત રાજય અધ્યક્ષ ભીખાભાઈ પટેલ તેમજ મહામંત્રી મિતેષભાઈ ભટ્ટના નેતૃત્વમાં અલગ અલગ સંવર્ગના હોદ્દેદારશ્રી તેમજ કાર્યકર્તાઓ દ્વારા શિક્ષણ, શિક્ષક તેમજ શિક્ષાર્થીને લગતા વિવિધ પ્રશ્નોની લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવેલ હતી. જેમાં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોર દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન દિને એચ.ટાટ. કર્મચારીઓને ભેંટ આપવામાં આવશે એવી જાહેરાત કરેલ હતી. એ.બી.આર.એસ.એમ ગુજરાત અધ્યક્ષ ભીખાભાઈ પટેલે શિક્ષણ મંત્રીની હાજરીમાં કહેલ હતુ કે જો 15 ઓગસ્ટ સુધી ઓ.પી.એસ. નો પ્રશ્ન હલ ના થાય તો 16 મી ઓગસ્ટના ગાંધીનગર મધ્યે તમામ કર્મચારીઓ એકત્રિત થઈ મહા આંદોલનના મંડાણ કરશે. આ સિવાય અન્ય પડતર પ્રશ્નો બાબતે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. જેમાં અગાઉ સરકાર શ્રી સાથે થયેલ સમાધાન અનુસાર 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા, તમામ માટે ઓ.પી.એસ. યોજના લાગુ પાડવી,જૂના શિક્ષકોની ભરતી અને બદલીના લાભો, પ્રસુતીની રજાઓ સળંગ ગણવા, ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે નો લાભ, ફાજલને રક્ષણ, ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષકોની બદલી તેમજ તેમની 300 રજાઓનુ રોકડમાં રૂપાંતર ને લગતો પરિપત્ર, ઓનલાઇન કામગીરી તેમજ એકમ કસોટીઓનુ ભારણ ધટાડવુ, માધ્યમિક શિક્ષકોના વર્કલોડમાં સુધારો કરી શિક્ષક રેશિયામાં સુધારો કરવો, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વહીવટી સહાયક તેમજ સેવક સહાયક એટલે ક્લાર્ક અને પટાવાળાની ભરતી કરવી, ધો. 6 થી 8 માં વ્યાયામ શિક્ષકોને સમાવવા તેમજ ચિત્ર, સંગીત, કોમ્પ્યુટર વગેરે વિષય શિક્ષકોની ભરતી કરવી, સી.આર.સી./બી.આર.સી. ને ટ્રાન્સપોર્ટ અલાઉન્સ વધારવા, જ્યા હાલમાં જ્ઞાન સહાયકોની ભરતી થયેલ નથી ત્યા વચગાળાની રાહત રુપે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવી, દરેક જિલ્લાઓમાં આચાર સંહિતા સમિતિની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિમણૂંક કરવી, વગેરે જેવા વિવિધ પડતર પ્રશ્નોની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારીમાં રજૂઆત કરાઈ હતી અને ટૂંક સમયમાં તેના નિરાકરણ તેમજ નિવારણ અંગેની વ્યૂહ રચના પણ ઘડવામાં આવેલ હતી. આ બેઠકમાં અલગ-અલગ જિલ્લાઓના 450 જેટલા અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા. આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છ જિલ્લામાંથી પાંચેય સંવર્ગના અપેક્ષિત પદાધિકારીઓ મૂરજીભાઇ ગઢવી, નયનભાઈ વાંઝા, અલ્પેશભાઈ જાની, કલ્પેશભાઈ ચૌધરી, રમેશભાઈ ગાગલ, ધર્મેન્દ્રભાઇ પરમાર, જખરાભાઇ કેરાસિયા, ચેતનભાઇ લાખાણી, રૂપેશભાઇ સોલંકી, પુનશીભાઈ ગઢવી,ભરતભાઇ ધરજીયા, મયુરભાઈ પટેલ તેમજ મનુભા સોઢાએ રાજ્ય કારોબારીમાં ઉપસ્થિત રહી કચ્છના શિક્ષણ જગતના પ્રશ્નોને લેખિત તેમજ મૌખિક વાચા આપેલ હતી. એવુ પ્રાંત સહસંગઠન મંત્રી તેમજ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામાં આવેલ હતુ.

Back to top button
error: Content is protected !!