વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખસત્રાણા ,તા-૧૧ જુલાઈ : રસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇસ્કૂલ-નિરોણા મધ્યે ધ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ ) તેમજ પેટન્ટ ઇન્ફોર્મેશન સેન્ટર (PIC) ના સંયુક્ત ઉપક્રમે સ્ટેમ ક્વિઝ તેમજ અલગ-અલગ પ્રકારની પેટન્ટ વિષે વિસ્તૃત માહિતી સહ માર્ગદર્શન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતુ. શાળાના આચાર્ય શ્રી ડૉ વી.એમ.ચૌધરી સાહેબ દ્વારા ગુજકોસ્ટ ક્ચ્છ જિલ્લા કો-ઓર્ડીનેટર પ્રવીણભાઈ મહેશ્વરી તેમજ પી.આઇ.સી.,ગાંધીનગરના પ્રોજેક્ટ સાયન્ટીસ હરિતભાઈ ઉપાધ્યાયનુ શાળા પરિવાર વતી શાબ્દિક સ્વાગત કરેલ હતુ. ત્યારબાદ ગુજકોસ્ટ કો-ઓર્ડીનેટર પ્રવીણભાઈ મહેશ્વરી દ્વારા વિજ્ઞાન-ટેકનોલોજીથી સભર સ્ટેમ ક્વિઝ વિશે વિધાર્થીઓને માહિતગાર કરી વધુનેવધુ સંખ્યામાં જોડાય એ માટે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરેલ હતા. પી.આઇ.સી. પ્રોજેક્ટ સાયન્ટીસ હરિતભાઈ ઉપાધ્યાયે વિજ્ઞાનને વિશિષ્ટ અને વ્યવસ્થિત જ્ઞાન તરીકે ઓળખાવી જ્ઞાન વિજ્ઞાનની નવી નવી શોધોને કઇ રીતે પેટન્ટ મળે તે વિષયક ઊંડાણપૂર્વક માહિતી આપેલ હતી. ત્યારબાદ વિધાર્થીઓ માટે જ્ઞાન વિજ્ઞાનની પ્રશ્નોતરી રાખવામા આવેલ હતી, જેમા પ્રવીણભાઈ મહેશ્વરી દ્વારા સાચો જવાબ આપનાર વિદ્યાર્થીઓને પુસ્તક વડે પુરસ્કૃત કરવામા આવેલ હતા. ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ખૂબ જ હોંસભેર આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો. આભાર વિધિ શાળાના વિજ્ઞાન શિક્ષક કિશનભાઇ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાનીએ કરેલ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક મિત્રો ભૂમિબેન વોરા, અલ્પાબેન ગોસ્વામી, આશાબેન પટેલ તેમજ રમેશભાઈ ડાભીએ સહયોગ આપેલ હતો.