વાત્સલ્યણ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા,-૦૧ માર્ચ : કચ્છના પ્રવાસે આવેલા ભારતનાં માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને આજે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતેથી ભાવભીની વિદાય અપાઈ હતી.માન. રાષ્ટ્રપતિશ્રીને ભુજ ખાતેથી ઉપસ્થિત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કચ્છના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદ ચાવડા, રેન્જ આઈ.જી. શ્રી ચિરાગ કોરડીયા, કચ્છ બી.એસ.એફ.ના ડીઆઇજી શ્રી અનંતકુમાર તથા ડે. સી.ડી.આર. કર્નલશ્રી અમિતે માનભેર વિદાય આપી હતી.