વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૪ સપ્ટેમ્બર : કચ્છ સહિત રાજ્યભરમાં ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪’ અભિયાન ચાલી રહ્યું છે. જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ દ્વારા નાગરિકોને સ્વચ્છતા રાખવા તેમજ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને અન્ય નાગરિકોને પ્રેરણા આપવા માટે વિવિધ જનજાગૃત્તિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકો સ્વચ્છાગ્રહી બને તે માટે માંડવી નગરપાલિકાના આયોજન અંતર્ગત સખી મંડળની બહેનોએ સ્લમ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ઘરે ઘરે જઈને સ્વચ્છતા જાળવવા અંગેનો સંદેશ આપ્યો હતો. સખી મંડળની બહેનોએ હ્યુમન ચેઈન બનાવીને લોકોને એકજૂટ થઈને સ્વચ્છતાના મહાઅભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘સ્વચ્છતા હી સેવા -૨૦૨૪’ અભિયાનને રાજ્યભરમાંથી વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે.