વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ ,તા-૦૨ ઓક્ટોબર : ખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના વિવિધ સંવર્ગોના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા ગાંધી જયંતી નિમિતે “વોકલ ફોર લોકલ” તેમજ “ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન”, સ્લોગન અંતર્ગત સ્વદેશી વસ્તુઓનો મહતમ ઉપયોગ થાય એવા ઉમદા આશયથી ગાંધીજી ને પ્રિય એવી ખાદીની ખરીદી કરેલ હતી તેમજ તેમની પ્રતિમાને હારારોપણ કરી ભાવાંજલી પાઠવેલ હતી. આજના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરુપ પંચ પરિવર્તનના પંચ બિંદુઓમાંના એક બિંદુ સ્વદેશી ને અનુસરતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના સરકારી માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંઝા, માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, પ્રાથમિક સરકારી મહામંત્રી રમેશભાઈ ગાગલ, કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકીયા, જિલ્લા કારોબારી સભ્ય બાબુભાઈ પરમાર તેમજ અન્ય કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી પ્રતિકાત્મક ખાદીની ખરીદી કરેલ હતી, એવુ પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલની યાદીમાં જણાવવામાં આવેલ હતુ.