KUTCHMANDAVI

શ્રી.બિ.બિ.એમ.હાઈસ્કુલ બિદડના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરી કુમકુમ તિલક કરી સત્કારવામાં આવ્યા.

૧૪ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – બિદડા કચ્છ

૧૪- માર્ચના સમગ્ર રાજ્યમાં એસએસસી બોર્ડની પરીક્ષાનો શુભારંભ.

સંવેદનશીલ કેન્દ્ર પર પેરા મિલિટ્રી ફોર્સની તૈનાતી સાથે પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે કેન્દ્ર પર અધિકારીઓ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે.

શ્રી.બિ.બિ.એમ.હાઈસ્કુલ માં બોર્ડની પરીક્ષાના કેન્દ્ર પર કોડાય પોલીસનાં જવાનો અને જીઆરડી ના જવાનો સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું.

માંડવી કચ્છ :- સમગ્ર રાજ્યમાં ૧૪-માર્ચના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની બોર્ડની પરીક્ષાના આજે પહેલાં દિવસે વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હતી. માંડવી તાલુકાના બિદડા મધ્યે આવેલ કચ્છ યુવક સંઘ શ્રી.બિ.બિ.એમ.હાઈસ્કુલ માં એસએસ સી.બોર્ડની પરીક્ષાનુ કેન્દ્ર હોવાથી આજ રોજ ૧૪.માર્ચના  એસએસસી બોર્ડની પરીક્ષાનું પ્રથમ પ્રશ્નપત્ર હતું.શ્રી. બિ.બિ.એમ.હાઈસ્કુલ બિદડા માં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા આપવા માટે આવતા વિદ્યાર્થીઓને આવકારવા માટે વિદ્યાલયના રસ્તા ઉપર શાળાના સ્ટાફ અને ધો- ૯, અને  ધો-૧૧,ના વિધાર્થીઓ દ્વારા રંગોળીઓ પૂરવામાં આવી હતી.અને શાળાના પ્રાંગણમાં સરસ્વતી માતાની મૂર્તિ રાખીને તેમની સમક્ષ અગરબત્તી કરીને શાળાના વાતાવરણને સુગંધિત બનાવવામાં આવ્યું હતું અને પરીક્ષા આપવા માટે આવનાર દરેકે વિદ્યાર્થીઓનું કંકુ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓને ખડી સાકરથી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું અને તેમના પ્રશ્નપત્રો સારા જાય તે માટે શાળાના આચાર્યશ્રી રાજેશભાઈ સોરઠીયા સાહેબ તેમજ શાળાના શિક્ષકશ્રીઓ દ્વારા દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.

આજે એસએસસી.બોર્ડની પરીક્ષાના પહેલાં દિવસે વિધાર્થીઓ ગુજરાતી વિષયનું પેપર લખ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!