વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી, તા-30 નવેમ્બર : એલસીબી ભૂજ ને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે માંડવી તાલુકાના કોટડી ત્રણ રસ્તાથી ભોજાય વચ્ચે આવેલ બોક્સાઈડના પ્લાન્ટના મેઈન ગેટની સામે રોડ ઉપર એક ટ્રકમાં શંકાસ્પદ ખનીજનો જથ્થો ભરેલી ઉભેલ છે”. જેથી એલસીબી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરત જ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા એક ટ્રક ખનીજ ભરેલ ઉભેલ હોય જે સદરહુ વાહનમાં ભરેલ ખનીજ બાબતે ચેક કરતાં કોઈ વાહન ચાલક મળી આવેલ નહી જેથી સદરહુ વાહનમાં ભરેલ ખનીજ રોયલ્ટી કે પાસ પરમીટ વગર ૨૦ ટન જેટલુ બોક્સાઈટ(ખનીજ) ભરેલ મળી આવેલ જેના રજીસ્ટેશન નંબર- GJ12-BW-9094 વાળા વાહનને શક પડતા કબ્જે કરેલ મુદામાલ,ટાટા કંપનીનું ટ્રક – રજીસ્ટેશન નંબર- GJ12- BW-9094 કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- ૨૦ ટન જેટલુ બોક્સાઈટ(ખનીજ) કિ.રૂ.૨૫,૦૦૦/-નુ બી.એન.એસ.એસ.ની કલમ ૧૦૬ મુજબ કબ્જે લઈ ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સોંપતી એલસીબી ભુજ પોલીસ.