GANDHIDHAMKUTCH

૧૭મીએ ગાંધીધામ શહેરમાં નાઈટ મેરેથોન દોડના આયોજનને લઇને વાહન નિયમન માટે જાહેરનામું જારી કરાયું

૧૭મીએ ગાંધીધામ શહેરમાં નાઈટ મેરેથોન દોડના આયોજન.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ તા – ૧૫ : આગામી તા.૧૭/૦૨/૨૦૨૪ના રોજ ગાંધીધામ ખાતે નાઇટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ છે. જે મેરેથોન દોડનો રૂટ ભગવાન (ડી.પી.ટી.) ગ્રાઉન્ડથી ટાગોર રોડ માર્ગ ઉ૫૨ રોટરી સર્કલથી મુન્દ્રા સર્કલથી પરત તે જ રોટરી સર્કલથી ડો.હોતચંદાણી હોસ્પિટલથી ડો.હેમાંગ પટેલ હોસ્પિટલથી ઓસ્લો સર્કલથી પરત ડી.પી.ટી. ગ્રાઉન્ડ સુધી નક્કી કરવામાં આવેલ છે. ઉપરોકત કાર્યક્રમ અન્વયે ગાંધીધામથી આદિપુર સુધી પસાર થતાં ટાગોર રોડ પરના ઉપરોકત રૂટમાં તા.૧૭/૦૨/૨૦૨૪ના કલાક ૧૭ થી કલાક ૨૩ સુધી નાઇટ મેરેથોન દોડના આયોજનમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલા રૂપે ઉપરોકત રૂટ ટાગોર રોડ બંન્ને તરફના માર્ગો જે ઓસ્લો સર્કલ ગાંધીધામથી મુન્દ્રા સર્કલ આદિપુર સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી કરવા પોલીસ અધીક્ષકશ્રી પૂર્વ કચ્છ-ગાંધીધામ તરફથી દરખાસ્ત કરવામાં આવી હતી. જે અનુસંધાને નીચે મુજબના હુકમો કરવામાં આવ્યા છે. અમિત અરોરાએ (આઇ.એ.એસ.), જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ, ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે તા.૧૭/૦૨/૨૦૨૪ના કલાક ૧૭ થી કલાક ૨૩ સુધી નીચે જણાવેલ રસ્તાઓ/માર્ગો પરથી વાહનોની અવર જવર બંધ થવા તેમજ વૈકલ્પિક રસ્તા/માર્ગોનો ઉપયોગ કરવા હુકમ કરેલ છે.   ગાંધીધામથી આદિપુર સુધી પસાર થતા ટાગોર રોડના બંન્ને તરફના માર્ગો જે ઓસ્લો સર્કલ ગાંધીધામથી મુન્દ્રા સર્કલ આદિપુર સુધી વૈકલ્પિક માર્ગ/રસ્તાની વિગત:- (૧) કંડલા એરપોર્ટ ચાર રસ્તાથી રોટરી સર્કલ આવતા વાહનો માટે ગાંધીધામથી મુન્દ્રા હાઈવે મારફતે મુન્દ્રા જતા વાહનો સીધે-સીધા ગાંધીધામ-મુન્દ્રા હાઇવેનો ઉપયોગ કરી જઇ શકશે તેમજ મુન્દ્રાથી આવતા વાહનો રમાડા હોટલથી નર્મદા કેનાલથી ઉપરવાળા રસ્તેથી મેઘપર (કુંભારડી) થી આશાબા વે-બ્રીજથી નેશનલ હાઇવેથી અવર-જવર કરી શકશે. (૨) ગાંધીધામ શહેર ઓસ્લો સર્કલથી ગણેશનગર તરફ જતા રોડ ઉપર સથવારા ચોકડી થઇ સપનાનગર કિડાણા ચાર ૨સ્તા થઇ કિડાણા ગામ તરફથી કાસેઝથી અંતરજાળ સુધી બનતા નવા રોડ પરથી આદિપુર, મુન્દ્રા તરફથી તમામ પ્રકારના વાહનો અવર-જવર કરી શકશે.(૩) આદિપુર ડી.સી-૫ વિસ્તારમાંથી વાહનોને ટાગોર રોડ ઉપર આવવા માટે પ્રતિબંધ કરવામાં આવતા હોય જેમાં ડી.સી-૫ વિસ્તારના વાહનચાલકો ડી.સી-૫, ગાંધીધામ તાલુકા પંચાયત, પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ કચ્છ-ગાંધીધામની કચેરીની પાછળ તરફના વાહન ચાલકો ડી.સી.-૫ થી જી.ડી ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી કાસેઝથી અંતરજાળ સુધી બનતા નવા રોડ પરથી અંતરજાળ રોયલ ક્રિષ્ના સોસાયટીથી મુન્દ્રા તરફ અવર-જવર કરી શકશે. (૪) ગાંધીધામ શહેરના ઓસ્લોથી આદિપુર જવા માટે ઓસ્લોથી ગાયત્રી મંદિર, રેડ ક્રોસ ચાર રસ્તાથી લીલાશા સર્કલથી અપનાનગર ચાર રસ્તાથી સુંદરપુરી પાણીના ટાંકા ચાર રસ્તાથી વોર્ડ-૯/બી ચોકડીથી ઓમ સિનેમાં સર્કલથી આદિપુર રામબાગ રોડથી અવર-જવર કરી શકશે તેમજ ઓમ સિનેમા સર્કલથી રાજવી ફાટક એરપોર્ટ રોડથી અંજાર તરફ અવર-જવર કરી શકશે.

ગાંધીધામ શહેરમાં ભારે વાહન પ્રવેશબંધી બાબતે સવારના ૭:૦૦ કલાકથી રાત્રીના ૨૨:૦૦ કલાક સુધી ચાલુમાં છે, જેનો સમય તા.૧૭/૦૨/૨૦૨૪ પુરતો સવારના ૭:૦૦ કલાકથી રાત્રીના ૨૩:૦૦ કલાક રહેશે. આ જાહેરનામું સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો, પોલીસ અધિક્ષકશ્રી કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી-અંજારના આદેશાનુસાર સક્ષમ અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરેલ વાહનોને લાગુ પડશે નહી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!