KUTCHMANDAVI

શાંતમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ,નરોડા માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ગુરુપૂર્ણિમા વિશે પોતાના વિચારોનુ વ્યક્ત આપતાં રવિ મહેશ્વરી.

ગુરુ નો માર્ગ:

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૧ જુલાઈ : શાંતમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ,નરોડા માં અભ્યાસ કરતા રવિ મહેશ્વરી ગુરુપૂર્ણિમા વિશે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવે છે.વાતની શરૂઆત એક નાનકડી ઘટનાથી થાય છે.એક નાનો ગામ છે જેમાં પ્રાથમિક શાળાના છઠ્ઠા ધોરણમાં ગણિત વિષય ચાલી રહ્યું છે,સવારનો સમય છે.તેવામાં અચાનક આકાશમાં એક વિમાન ઊડતું જઈ રહ્યું છે,વિમાન જોવા માટે બધા વિદ્યાર્થીઓ આતુર છે પરંતુ જેમ તેમ કરીને પોતાનો મન મનાવવાનો પ્રયાસ કરે છે.તેવામાં એક વિદ્યાર્થી નથી રહી શકતો અને ઝડપથી બારી તરફ દોડે છે અને તે વિમાન જતું જોઈ રાજી રાજી થાય છે. શિક્ષકે વિદ્યાર્થીને બોલાવી ને પૂછ્યું…“જીવનમાં પ્રથમ વખત વિમાન જોયું હોય તો નવાઈ થાય તે સ્વાભાવિક છે પણ રોજે-રોજ વિમાન જોવામાં તને શું મળે છે?”ત્યારે વિદ્યાર્થી જવાબ આપે છે કે “મે કોઈ દિવસ સાચું વિમાન નથી જોયું ,મને વિમાન જોવું બઉ ગમે છે.”આ સાંભળી શિક્ષક વિદ્યાર્થીને નજીકના એરપોર્ટ ઉપર સ્વખર્ચે વિમાન બતાવવા લઈ જાય છે.શિક્ષક બતાવે છે કે એક વિમાન નજીકથી કેવો લાગે છે અને તે કેવી રીતે ટેક-ઓફ કરે છે.નાનકડું બાળક આ જોઈ રડવા લાગે છે અને કહે છે,“ગુરુજી તમે મને આજે જે નજારો બતાવ્યો છે તે હું કોઈ દિવસ નહિ ભૂલી.જીવનમાં એક દિવસ હું વિમાન ઉડાવીને તમને ગુરુદક્ષિણા આપીશ.”

આ ગામ એટલે રામેશ્વરમ ,જે શિક્ષક હતા તે સુબ્રમણ્યમ ઐયર,અને વિદ્યાર્થી એટલે ભારત દેશના ભૂતપૂર્વ રાષ્ટરપતિ ડૉ. એ. પી.જે.અબ્દુલ કલામ પોતે.

આજના દિવસે જો ખરેખર કંઇક શીખવા જેવું હોય તો તે એ છે કે શિક્ષક જ્યારે વર્ગખંડમાં પ્રવેશે ત્યારે તેને તેના મનથી લાગવું જોઈએ કે તે બે-ચાર ડૉ.અબ્દુલ કલામને ભણાવવા જાય છે,તે બે-ચાર ડો.ભીમરાવ આંબેડકરને ભણાવવા કે પછી શ્રી નરેદ્ર મોદીને કે પછી ભગત સિંહને ભણાવવા જાય છે.બીજી વાત એક આદર્શ વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થીને એવું લાગવું જોઈએ કે તે એક એવા શિક્ષક પાસેથી શીખે છે કે જે માત્ર એક વાક્ય કહેવાથી તમારું આખું જીવન બદલવાની તાકાત ધરાવે છે.

હસ્યની વાત છે કે જ્યારે એક બાળકને પૂછવામાં આવ્યું કે તેને કેવી શાળા ગમે છે?તો એક બાળકનો જવાબ આવે છે “બંધ શાળા!”આ વાત તો માત્ર હશ્યપ્રદ હતી પરંતુ કહેવાનો મૂળ ભાવાર્થ તો એ છે કે બાળક માટે એક સારું વાતાવરણ ઉભુ કરવામાં આવે આવે જ્યાંથી ભારતને સર્વ શ્રેષ્ઠ રત્ન મળી આવે.આજના સમયમાં બધા બાળકો પિતાના કુળમાંથી શીખીને જ આવે છે,માત્ર એમને જરૂરત હોય છે એક સારા માર્ગદર્શકની.વાતને વિરામ આપતા, તમામ વ્યક્તિની અંદર રહેલા ગુરુ તત્વ ને નમન.

 

Back to top button
error: Content is protected !!