વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
પ્રાથમિક શિક્ષકો માટે ચાણક્ય ભવન અને ઓફીસરૂમની જાહેરાત કરવામાં આવી.
ચાણક્ય ભવનના નિર્માણ માટે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દ્વારા બે લાખના યોગદાનની જાહેરાત કરાઈ.
મુંદરા,તા.26: તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા તાજેતરમાં પ્રાગપર અહિંસાધામ ખાતે માંડવી-મુંદરાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષસ્થાને તાલુકાના 350 જેટલા શિક્ષકોનું સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. અધ્યક્ષસ્થાનેથી આર્શીવચન આપતા ધારાસભ્ય દવેએ સમાજમાં શિક્ષકોના મહત્વના સ્થાન અને ભૂમિકા વિશે વાત કરી હતી અને તાલુકાની તમામ શાળાઓને ઘડિયાળ ભેટ સ્વરૂપે આપી હતી. જયારે તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ ગાભુભા જાડેજાએ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ખૂટતી જરૂરિયાતો પૂરી પાડવાની બાંહેધરી આપતા દરેક શિક્ષકોને બોલપેન આપી હતી. સાથે આગામી ટૂંક સમયમાં સરકારી પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાની જાહેરાત કરી હતી.ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પ્રાથમિક શિક્ષકોના શૈક્ષણિક સંશોધનને પ્રેરણા મળે એ હેતુથી તાલુકામાં ચાણક્ય ભવન માટેની જમીન તથા શિક્ષકો અને બાળકોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ઓફીસરૂમ ફાળવવાની જાહેરાત કરી હતી. જયારે ચાણક્ય ભવનનું નિર્માણ થશે ત્યારે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દ્વારા બે લાખનું યોગદાન આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના કર્યા બાદ શિક્ષક સમાજના મંત્રી સહદેવસિંહ જાડેજાએ આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જયારે સમાજના પ્રમુખ મનહરસિંહ ઝાલાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમનું તાલુકામાં સંભવત પ્રથમવાર આયોજન થયું છે.કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુપેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશભાઈ રૂઘાણી, બી.આર.સી. કો-ઓર્ડીનેટર સમીરભાઈ ચંદારાણા, જિલ્લા કેળવણી નિરીક્ષક નારણભાઈ ગઢવી અને હિતેશભાઈ મોખા સહિત શાસ્ત્રી કશ્યપભાઈ જોષીએ હાજરી આપીને આશિર્વચન પાઠવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશારિયાભાઈ ગઢવીએ જયારે આભારવિધિ સહકારી મંડળીના પ્રમુખ સુલેમાનભાઈએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મુંદરા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના હોદ્દેદારો તથા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.