KUTCHMANDAVI

શ્રી સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ,નિરોણા મધ્યે દેશી રમતોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઇ.

વાત્સલ્મ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા ,તા-૩૦ સપ્ટેમ્બર : શ્રી સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇસ્કુલ, નિરોણા મધ્યે આચાર્ય શ્રી ડૉ વી.એમ.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ દેશી રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ધોરણ- ૯ ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં સંગીત ખુરશી, લીંબુ ચમચી, દોડ, લંગડી લડાઈ, કુકડા યુધ્ધ વગેરે જેવી દેશી રમતો રમાડવામાં આવેલ હતી. જેમાં આહિર દિવ્યા, આહીર ગોપાલ, બાબરીયા સુલતાન તેમજ આહીર ગીતા વિજેતા થયેલ હતા. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન બી.એડ. કોલેજ તાલીમાર્થી સાવિત્રીબેન નજાર‌ દ્વારા કરવામાં આવેલ હતું. આ રમતોત્સવને સફળ બનાવવા માટે શાળાના વરિષ્ઠ શિક્ષક બાબુભાઈ પરમાર, અલ્પેશભાઈ જાની, કિશનભાઇ પટેલ, તખતસિંહ તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી.

Back to top button
error: Content is protected !!