ANJARKUTCH

અંજાર નગર પાલીકા શાળા નં.3 માં તાલુકા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાઈ ગયું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-૦૧ ઓક્ટોબર : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને ડાયટ ભુજ પ્રેરિત તથા બ્લોક રિસોર્સ સેન્ટર અંજાર આયોજિત તાલુકા કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનની શાળા નં.3 ખાતે પ્રાર્થનાથી શરૂઆત થઈ.ત્યારબાદ શાળાની બાળકીઓ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરાયું.અંજાર નગર શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેનશ્રી તેજસભાઈ મહેતાએ સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું.તમામ મંચસ્થ મહાનુભાવોનું શાલ અને પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.મંચસ્થ મહાનુભાવોમાં પ.પૂ. ત્રિકમદાસજી મહારાજ મહંતશ્રી સચ્ચિદાનંદ મંદિર અંજાર, ત્રિકમભાઈ છાંગા અંજારનાં જનપ્રિય ધારાસભ્યશ્રી,વૈભવભાઈ કોડરાણી પ્રમુખ અંજાર નગરપાલિકા, ભુરાભાઈ છાંગા ઈ.ચા.પ્રમુખ અંજાર તાલુકા પંચાયત, મશરૂભાઈ રબારી ચેરમેન બા.સ. જિલ્લા પંચાયત કચ્છ,બલરામભાઈ જેઠવા ચેરમેન ન.શિ.સમિતિ અંજાર ન.પા., તેજસભાઈ મહેતા વા.ચેરમેન ન.શિ.સમિતિ અંજાર ન.પા.,ગોપાલભાઈ અઘેરા ટી.પી.ઈ.ઓ.શ્રી અંજાર,સુનિતાબેન દરિયાણી શાસનાધિકારીશ્રી અંજાર ન.પા.,શામજીભાઈ વીરડા પ્રમુખ બી.વી.પી.વરસામેડી, વીણાબેન વેલસ્પન ઈન્ડિયા,વિપુલભાઈ ભાવસાર જી.આઈ.ડી.સી. પ્રાદેશિક કચેરી ભુજ,ભરતભાઈ ધરજિયા ABRSM કા.અધ્યક્ષ પ્રાથમિક સંવર્ગ કચ્છ, કેરણાભાઈ ગોયલ મહામંત્રી પ્રાથમિક શિક્ષક સમાજ કચ્છ,મયુરભાઈ પટેલ ABRSM પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ અંજાર તાલુકા અને બી.આર.સી.કો.ઓ.અંજાર, નિર્મલસિંહ જાડેજા પ્રમુખ પ્રાથમિક શિક્ષક સમાજ અંજાર,રઘુભાઈ વસોયા ABRSM પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ અંજાર નગર,પિયુષભાઈ ડાંગર ABRSM પ્રાથમિક સંવર્ગ મહામંત્રી અંજાર,મનજીભાઈ મહેશ્વરી મહામંત્રી પ્રાથમિક શિક્ષક સમાજ અંજાર,પ્રિતેશભાઈ બલભદ્ર બ્લોક એમ.આઈ.એસ. વગેરે ગણમાન્યોના હસ્તે દીપ પ્રાગટય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.અંજાર સચ્ચિદાનંદ મંદિરનાં મહંતશ્રી ત્રિકમદાજી મહારાજે આશીર્વચન પાઠવ્યા.અંજાર નગર પાલિકાના પ્રમુખશ્રી વૈભવભાઈ કોડરાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું.સમારોહના અઘ્યક્ષશ્રી અંજારના જનપ્રિય ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે સૌને પ્રસંગોચિત ઉદબોધન કરી પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું.તેમજ તેમના દ્વારા દર વર્ષે તાલુકાના અલગ અલગ ગામોની સરકારી શાળાઓમાં બાળવૈજ્ઞાનિક પ્રદર્શન થાય તે માટે જે તે શાળાને તેમના સ્વભંડોળમાંથી 2 લાખ જેટલી માતબર રકમની ગ્રાન્ટ ફાળવી આપવા જણાવેલ જેને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ.મહાનુભાવોના હસ્તે તમામ 1 થી 5 વિભાગની રીબીન કાપીને પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું.નિર્ણાયકશ્રીઓએ કુલ 16 ક્લસ્ટરમાંથી આવેલ 5 વિભાગની 79 કૃતિઓનું નિરીક્ષણ કરીને 1 થી 3 નંબરે વિજેતા જાહેર કરેલ.બપોરે સૌએ સ્વરૂચિ ભોજન લીધેલ જેના દાતા શામજીભાઈ વીરડા પ્રમુખ બી.વી.પી.વરસામેડી હતા. તમામ બાળવૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શક શિક્ષકોને મોમેન્ટો,પ્રમાણપત્ર,પેન,પેડ અને કંપાસપેટી આપીને પુરસ્કૃત કરેલ.જેમાં જી.આઈ.ડી.સી. પ્રાદેશિક કચેરી ભુજ અને વેલ્સપન ઈન્ડિયા વરસામેડીનો સહયોગ પ્રાપ્ત થયેલ. વિભાગ 1 માં અજાપર પ્રા.શાળાની હેલ્ધી હેબિટ્સ માર્ગદર્શક શિક્ષકાશ્રી હેતલબેન માંકડિયા અને બાળવૈજ્ઞાનિકો સાગર રબારી,કેવિર ચૈયા,વિભાગ 2 માં કે.જી.માણેક શાળા સ્માર્ટ હેલ્મેટ માર્ગદર્શક શિક્ષકાશ્રી ભાગ્યશ્રી ગોહિલ અને બાળવૈજ્ઞાનિકો હિમાંશુ પંડિત,ધાર્મિક ભાનુશાળી,વિભાગ 3 માં હિરાપર કુમાર શાળા સ્માર્ટ એગ્રીકલ્ચર માર્ગદર્શક શિક્ષકશ્રી સુરેશભાઈ લોંચા અને બાળવૈજ્ઞાનિકો ક્રિષ્ના ડાંગર,મેહુલ માતા,વિભાગ 4 માં મીઠા પસવારીયા પ્રા.શાળા મેથેમેટીક્લ લેધર ચેર માર્ગદર્શક શિક્ષકશ્રી વિરલભાઈ પાદરાઈ અને બાળવૈજ્ઞાનિકો કેવલ છાંગા, સિદ્ધાર્થ આહિર તેમજ વિભાગ 5 માં અ.ન.પા.શાળા નં.4 ડોન્ટ વેસ્ટ યોર ગાર્બેજ માર્ગદર્શક શિક્ષકાશ્રી નીતાબેન આયર અને બાળવૈજ્ઞાનિકો રુદ્રી પટેલ,હિરેન આહિર જિલ્લા કક્ષાએ અંજાર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.કાર્યક્રમનું સ્ટેજ સંચાલન પિયુષભાઈ ડાંગર અને મહેશભાઈ દેસાઈએ કરેલ.સમગ્ર બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન ડાયટ લાયઝનશ્રી સુનીલભાઈ યાદવ અને અંજાર તાલુકાના ટી.પી.ઈ.ઓ.શ્રી ગોપાલભાઈ અઘેરાનાં માર્ગદર્શનમાં બી.આર.સી.કો.ઓ. મયુરભાઈ પટેલે કરેલ.તમામ સી.આર.સી.કો.ઓ. અને બ્લોક સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવેલ.કાર્યક્રમની આભારવિધિ યજમાન શાળાનાં આચાર્યશ્રી અમરાભાઈ રબારીએ કરેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા સૌ કોઈનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરેલ તેમ સી.આર.સી.કો.ઓ. ભીમાસર મહેશ દેસાઈની યાદીમાં જણાવેલ છે.

Back to top button
error: Content is protected !!