વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા ,તા-૨૭ નવેમ્બર : મુન્દ્રા તાલુકા હેલ્થ ઓફીસ ના હરિભાઈ જાટીયા ,ભાવિકાબેન ડોટ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડૉ. હસનઅલી આગરિયા rksk કાઉન્સેલર મહેન્દ્ર વાઘેલા, ફી.હે.વ નિતુબેન મ.પ.હે.વ નીકુલ ભાઈ પરમાર આરોગ્ય વિભાગ અને ધ્રબ પંચાયતી શાળા ના આચાર્ય શ્રી રેખાબેન પટેલ તથા સ્ટાફ અને ધ્રબ સરપંચ શ્રી ના સહયોગ થી કાર્યક્રમ યોજવામાં આવ્યો.રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ તા.૨૭/૧૧/૨૦૨૪ ના રોજ શાળામાં તમાકુ વિરોધી ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી.જેમાં કુલ ૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ ક્રમે તુર્ક નમરા અશરફઅલી ,દ્રિતીય ક્રમે હાલેપોત્રા સાદિયા ફારૂક અને તૃતિય ક્રમે તુર્ક નમરા નજામી એ પ્રાપ્ત કરેલ. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવેલ. સાથોસાથ તમામ વિદ્યાર્થીઓને તમાકુથી થતા રોગો તેમજ વ્યસનમુક્તિ માટે સમજણ આપવામાં આવેલ.તેમજ બીજા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું.