KUTCHMANDAVI

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ- ૨૦૨૪ અંતર્ગત નિરોણા મુકામે હર્ષોલ્લાસ સાથે વિધાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની ઉજવણી કરવામા આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૨૭ જૂન : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત આજરોજ સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, આંગણવાડી, બાલવાટીકા, પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે ફુલપીર દાદાના સ્થાનકે પ્રવેશોત્સવ કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ હતુ.જેમા મુખ્ય મહેમાન તરીકે અબડાસા વિધાનસભા-૧ ના ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ ખાસ ઉપસ્થિત રહી આંગણવાડી, બાલવાટીકા, ધો.૧, ધો. ૯ તેમજ ધો.૧૧ ને પુસ્તક, બેગ તેમજ શૈક્ષણિક કીટ વડે પ્રવેશ કરાવેલ હતો. આ પ્રસંગે ગામના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહીર, જિલ્લા પંચાયત સદસ્ય કરશનજી જાડેજા, નખત્રાણા ટી.પી.ઓ.શ્રી વગેરે અનેક અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરેલ હતા. આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામા આવેલ હતી. ત્યારબાદ મા શારદેની સ્તુતિ કરી મહાનુભાવોનુ વિધાર્થીઓ દ્વારા પુસ્તક વડે સ્વાગત સન્માન કરવામા આવેલ હતુ. સ્વાગત સન્માન બાદ આંગણવાડી, બાલવાટીકા, ધો. ૧, ૯ તેમજ ૧૧ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, બેગ અને પુસ્તકો આપી મહાનુભાવો દ્વારા શાળા પ્રવેશ કરાવવામા આવેલ હતો. એસ.એસ.પી. હાઇસ્કૂલની વિધાર્થીની સોઢા દુર્ગાબા એ પર્યાવરણ અને સ્વાસ્થ્ય વિષય પર વક્તવ્ય રજૂ કરેલ હતુ. ત્યારબાદ એન.એમ.એમ.એસ., જ્ઞાન સાધના, ખેલ મહાકુંભ વગેરે જેવી પરીક્ષાઓ તેમજ રમત ગમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તમામ વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાનો દ્વારા પુરસ્કૃત કરવામા આવેલ હતા. નિરોણા ગામના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહીર તેમજ અબડાસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરાયેલ હતુ. આભાર વિધિ એસ.એસ.પી.એ હાઇસ્કૂલના આચાર્ય શ્રી ડૉ વી.એમ. ચૌધરી સાહેબ દ્વારા કરવામા આવેલ હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન એસ.એસ.પી.એ. હાઇસ્કૂલના વિધાર્થીઓ વંશી ભાનુશાલી તેમજ અમન ભાનુશાલીએ કરેલ હતુ. પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ એસ.એસ.પી.એ. હાઇસ્કૂલના પ્રાંગણમાં ધારાસભ્ય શ્રી, સરપંચ શ્રી, જિલ્લા પંચાયત સદસ્ય, પી.એસ.આઇ. તેમજ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે પર્યાવરણને બચાવવાના શુભ આશયથી વૃક્ષારોપણ કરવામાં આવેલ હતુ. વૃક્ષારોપણની વ્યવસ્થા ઇકો ક્લબ ઓફીસર અલ્પેશભાઇ જાની તેમજ એન.એસ.એસ. ઓફીસર રમેશભાઈ ડાભીએ કરેલ હતી. એસ.પી.સી. કેડેટ્સ દ્વારા બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે એસ.એસ.પી.એ હાઇસ્કૂલના આચાર્ય શ્રી ડૉ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષક મિત્રો બાબુલાલ પરમાર, અલ્પેશભાઈ જાની, ભૂમિબેન વોરા, રમેશભાઈ ડાભી, કિશનભાઇ પટેલ, આશાબેન પટેલ, અલ્પાબેન ગોસ્વામીએ જહેમત ઉઠાવેલ હતી.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button