BHUJGUJARATKUTCH

કચ્છની કલા અને કૃષિને મળ્યું વૈશ્વિક બિરુદ: 6 થી વધુ ઉત્પાદનોને વૈશ્વિક પ્રોત્સાહન GI ટેગ મળ્યુ

વડાપ્રધાન ના'વોકલ ફોર લોકલ' વિઝનથી કચ્છના જીઆઇ ટેગ ઉત્પાદનોને મળ્યુ વૈશ્વિક પ્રોત્સાહન .

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૬ જૂન : સ્થાનિકને સશક્ત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ વિઝનને પરિણામે કચ્છની પરંપરાગત કલા અને કૃષિ ઉત્પાદનોને આજે વૈશ્વિક મંચ પર નવી ઓળખ મળી છે. કચ્છના 6 થી વધુ ઉત્પાદનોને ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ એનાયત થતાં આ પ્રદેશની સદીઓ જૂની વારસાગત કુશળતાને ઔપચારિક માન્યતા મળી છે.

વડાપ્રધાન મોદીએ હંમેશા સ્વદેશી અને વારસાગત ઉત્પાદનોને પ્રાથમિકતા આપી છે. ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનના ભાગરૂપે GI ટેગવાળા ઉત્પાદનોને સાંસ્કૃતિક વારસો, આર્થિક સશક્તિકરણ અને વૈશ્વિક બજાર સાથે જોડવાનું કામ કર્યું છે. ‘મન કી બાત’માં આ ઉત્પાદનો ઉલ્લેખ કરીને કારીગરોનું મનોબળ વધાર્યું છે અને વ્યક્તિગત રીતે GI પ્રમાણપત્રો પણ એનાયત કર્યા છે.કેન્દ્ર સરકારે ‘વિકાસ ભી, વિરાસત ભી’ના સિદ્ધાંત સાથે 2030 સુધીમાં દેશમાં 10,000 GI ટેગવાળા ઉત્પાદનો સુધી પહોંચવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ગુજરાત આ દિશામાં અગ્રેસર રહીને કચ્છના પ્રખ્યાત હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોને પ્રમોટ કરી રહ્યું છે. કચ્છની ઓળખ બની ગયેલા અજરખ બ્લોક-પ્રિન્ટિંગ, બાંધણી ટાઈ-ડાય, રોગન ક્રાફ્ટ પેઇન્ટિંગ, કચ્છી શાલ અને ભરતકામને GI ટેગ મળ્યો છે. આ ઉપરાંત પોષકત્વોથી ભરપૂર અને વિશિષ્ટ સ્વાદ માટે જાણીતી કચ્છી ખારેકને પણ GI માન્યતા મળી છે. આ ટેગ માત્ર ઉત્પાદનની ગુણવત્તાની ગેરંટી નથી, પરંતુ કચ્છના કારીગરો અને ખેડૂતોની સદીઓની મહેનત અને કુશળતાનું પ્રમાણપત્ર છે.GI ટેગિંગની સાથે “વાયબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ડિસ્ટ્રિકટ” જેવા પ્લેટફોર્મે કચ્છના કારીગરો માટે નવી તકો ઊભી કરી છે. આ કોન્ફરન્સે હેરિટેજ ક્ષેત્રના ઉદ્યોગસાહસિકો, કારીગરો, ડિઝાઇનરોને સરકારી ઈ-માર્કેટપ્લેસ, રોકાણકારો અને અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડ્યા છે. પરિણામે કચ્છની કલાને નવીનતા, બજારની પહોંચ અને ટકાઉ વિકાસનો માર્ગ મળ્યો છે.આ પહેલ ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરે છે. સ્થાનિક ક્ષમતાઓને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં પરિવર્તિત કરીને કચ્છ આજે સમગ્ર દેશ માટે પ્રેરણા બની રહ્યું છે.

Back to top button
error: Content is protected !!