અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા ICDS વિભાગમાં ચાલતી લાલીયાવાડી એ હવે હદ વટાવી કે શું..? ભિલોડામાં અરજદાર ને સવારે 6 વાગે આવવાનું કહ્યું
અરવલ્લી જિલ્લા ICDS વિભાગમાં ચાલતી લાલીયાવાડી એ હવે હદ વટાવી છે,અધિકારીઓ અને કર્મચારીઓ ઊઠા ભણાવવા માં એવા તો ટ્રેન થઈ ગયા છે કે વાત ન પૂછો, લોકોને હાલાકી પડે એમાં શું મળે છે, અરવલ્લી જિલ્લામાં રાશન કાર્ડ K Y C માટે કચેરીઓ માં લોકોની લાઈનો જામી રહી છે,પરંતુ લોકોને સંતોષ કારક જવાબ મળતો નથી,એટલે સવાલો ઉઠે છે,ભિલોડા CDPO કચેરી ખાતે લોકો આધાર અપડેટ માટે જાય છે,અરજદારો ના આક્ષેપ છે કે સવારે 6 વાગે બોલાવવામાં આવે છે,કેમ સવારે 6વાગે બોલાવવા માટે કહેવામાં આવે છે,શુ સવારે 6 CDPO કચેરીની આધાર શાખા ખુલી જાય છે,જેવા અનેક સવાલો ઉઠ્યા છે,છેલ્લા એક મહિનાથી જો આધાર અપડેટ ન થતું હોય તો બીજી શુ વાત કરવી તે એક સવાલ છે