DAHODDAHOD CITY / TALUKOGUJARAT
દાહોદ-અમદાવાદ હાઇવે પર મોડી રાત્રે કાળમુખો અકસ્માત: XUV કાર બસ સ્ટોપ સાથે ભટકાતાં ચાલક સહિત બેનાં કમકમાટીભર્યા મોત

તા.૧૯.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ-અમદાવાદ હાઇવે પર મોડી રાત્રે કાળમુખો અકસ્માત: XUV કાર બસ સ્ટોપ સાથે ભટકાતાં ચાલક સહિત બેનાં કમકમાટીભર્યા મોત
અકસ્માત એટલો ભયાનક હતો કે ફાયર બ્રિગેડની મદદથી ચાલકના મૃતદેહને બહાર કઢાયા દા
હોદ-અમદાવાદ-ઇન્દોર હાઇવે પર મોડી રાત્રે એક અત્યંત દર્દનાક અને ભયાનક અકસ્માત સર્જાયો હતો. કઠલા નજીક હાઇવે પરથી પસાર થઈ રહેલી એક સ્પીડમાં જતી XUV ગાડીના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલી આ કાર હાઇવે કિનારે બનાવેલા પાકા બસ સ્ટોપ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક સહિત બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અકસ્માત એટલો સ્પીડમાં અને ભયાનક હતો કે બસ સ્ટોપ સાથે ભટકાયા બાદ XUV ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટના દરમિયાન કઠલા હાઇવે પર આવેલા બસ સ્ટોપની અંદર એક અજાણ્યો વ્યક્તિ ઊંઘી રહ્યો હતો. બેકાબુ કાર સીધી બસ સ્ટોપમાં ઘૂસી જઈને આ ઊંઘતા વ્યક્તિ પર ચઢી ગઈ હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કાળું મોત નીપજ્યું હતું.બીજી તરફ, કારમાં સવાર બે લોકોમાંથી ચાલક ચાર્મિલ અંકિત ચોકસીનું કારના પતરાં વચ્ચે ફસાઈ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરી હતી. કારનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી ફસાયેલા ચાલક ચાર્મિલ ચોકસીના મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના જવાનોની મદદ લેવી પડી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.૧૦૮ની મદદથી ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને મૃતકોના શવનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે